Western Times News

Gujarati News

મોદી સહિતના વીવીઆઇ માટે ૮ હજાર કરોડનાં નવા વિમાન ખરીદાશે

File

નવીદિલ્હી, દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ૧લી ફેબ્રુઆરી એ વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ સંસદમાં રજૂ કર્યું ત્યારે આ બજેટમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહિતના વીવીઆઇપી માટે વિશિષ્ટ વિમાન ખરીદવા માટેનું બજેટ ફાળવ્યું છે.એક તરફ સરકાર એલઆઇસી અને એર ઇÂન્ડયા વેચવા કાઢી છે ત્યાં બીજી તરફ અધધ ૮૪૫૮ કરોડનાં ખર્ચે વિમાન ખરીદવામાં આવશે. અહેવાલો મુજબ ભારત સરકાર બે બોઇંગ વિમાન ૭૭૭-૩૦૦ઈઇ ખરીદશે. આ વિમાનની ખાસિયત એ હશે કે આ વિમાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિમાન જેવી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આગામી નાણાંકીય વર્ષનું બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પેશીયલ એક્સ્ટ્રા સેક્શન ફ્‌લાઈટ માટે બે નવા વિમાનો ખરીદવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ વિમાન હાઈટેક ડીફેન્સ સીસ્ટમથી લેસ હશે. લાર્જ એરક્રાફ્‌ટ ઇન્ફ્રારેડ કાઉન્ટરમેજર્સ અને સેલ્ફ પ્રોટેક્શન સૂટ્‌સ નામના બે હાઇટેક ડીફેન્સ સીસ્ટમ આ વિમાનોમાં ઉપલબ્ધ હશે. વિમાનમાં મિસાઈલ ર્વોનિંગ સેન્સર્સ, લેસર ટ્રાન્સમીટર અસેમ્બલી, કંટ્રોલ ઇન્ટરફેસ યુનિટ, કાઉન્ટર ઇનકમિંગ મિસાઈલ પણ આ સ્પેશીયલ વિમાનમાં હશે.

સાથે જ વિમાનમાં અલગ પ્રકારની સાઈન હશે જેથી ખબર પડી શકે કે આ વિમાનમાં વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ સવાર છે. ભારત સરકાર આ બે વિમાન ખરીદવા માટે અધધ ૮૪૫૮ કરોડ ખર્ચશે. એર ઇન્ડિયાએ વર્ષ ૨૦૦૬માં ૬૮ વિમાન ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો જેમાં હવે આ વિમાન પણ ઉમેરાઈ જશે. હાલમાં જ સરકારે એલઆઈસી અને એરઈન્ડિયા જેવી કંપનીઓ વેચવા કાઢી છે ત્યારે આ વિમાન ખરીદવા માટે હજારો કરોડ રૂપિયા ફાળવવામાં આવતા સોશિયલ મીડિયામાં લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.