Western Times News

Gujarati News

રામ મંદિર ટ્રસ્ટમાં દલિત સમાજમાંથી હંમેશા એક ટ્રસ્ટી રહેશેઃ અમિત શાહ

ભારતની આસ્થા અને અતૂટ શ્રદ્ધાના પ્રતિક એવા રામના મંદિર પ્રત્યે વડાપ્રધાનની પ્રતિબદ્ધતા માટે હું તેમને કોટિ કોટિ અભિનંદન પાઠવું છું

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલી જાહેરાત કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે આ અંગે વધારાની જાણકારી આપી હતી. અમિત શાહે ટિ્‌વટર પર લખ્યું કે, “શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ૧૫ ટ્રસ્ટી હશે. જેમાંથી એક ટ્રસ્ટી હંમેશા કોઈ દલિત સમાજમાંથી હશે. સામાજિક સૌહાર્દને મજબૂત કરતા આ અભૂતપૂર્વ નિર્ણય માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું.”

અમિત શાહે લખ્યું, “આ ટ્રસ્ટ મંદિર સાથે જોડાયેલો તમામ નિર્ણય લેવા માટે પૂર્ણ રીતે સ્વતંત્ર હશે અને ૬૭ એકર જમીન ટ્રસ્ટને હસ્તાંતરિત કરવામાં આવશે. મને વિશ્વાસ છે કે કરોડો લોકોનો સદીઓની પ્રતિક્ષા બહુ ઝડપથી સમાપ્ત થશે. તેઓ ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરના ફરીથી દર્શન કરી શકશે.” ગૃહમંત્રીએ લખ્યું કે, “શ્રી રામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આજે ભારત સરકારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણની દિશામાં પોતાની પ્રતિબદ્ધતા બતાવતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામથી ટ્રસ્ટ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.”

અમિત શાહે વધુ એક ટિ્‌વટમાં લખ્યું કે, “ભારતની આસ્થા અને અતૂટ શ્રદ્ધાના પ્રતિક એવા ભગવાન શ્રી રામના મંદિર પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા માટે હું તેમને કોટિ કોટિ અભિનંદન પાઠવું છું. આજનો આ દિવસ સમગ્ર ભારત માટે ખુશી અને ગૌરવનો દિવસ છે.તેમણે કહ્યું કે મને પૂર્ણ વિશ્વાસ છે કે કરોડો લોકોની સદીઓની ઇતજારી તાકિદે સમાપ્ત થશે અને તેઓ પ્રભુ શ્રીરામની જન્મભૂમિ પર તેમનું ભવ્ય મંદિરમાં દર્શન કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.