Western Times News

Gujarati News

પરેશ ધાનાણી નિવૃત્ત સૈનિકોના સમર્થનમાંઃ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યમાં વસતા દેશના નિવૃત સૈનિકો માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પરેશ ધાનાણીએ પત્રમાં નિવૃત સૈનિકોની પડતર ૧૪ માગંણીઓ સત્વરે પુર્ણ કરવા માંગ કરી સૈનિકોની માંગમાં શહિદના પરિવારના એક સભ્યને નોકરી આપવાની સાથેસાથે, આર્થિક સહાય તેમજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું શહિદ સ્મારક બનાવવાની માગણી કરી છે.

રાજ્યના મખ્યમંત્રીને રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને પ્રજાની સમસ્યાઓ અંગે પત્ર લખતા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે રાજ્યમાં વસતા નિવૃત સૈનિકોની માંગ પુરી કરવા માટે જણાવ્યું છે. પરેશ ધાનાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે સૈનિકો દિવસ રાત ઠંડી કે ગરમીની ચિંતા કર્યા વિના દેશની સેવા કરતા હોય છે આવા સમયે સરકાર સામેની તેમની માગણીઓ તાત્કલીક સંતોષવી જોઈએ.

પરેશ ધાનાણીએ માંગણી કરી છે કે શહિદ સૈનિકોના પરિવારને એક કરોડની આર્થિક સહાય, પરિવારને પેન્શન અને એક સભ્યને રાજ્ય સરકાર દ્વારા સરકારી નોકરી આપવામાં આવે., ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનું શહિદ સ્મારક તથા સૈનિકો માટે આરામગૃહ બનાવવામાં આવે., રાજ્ય સરકારની વર્ગ ૧ થી લઇને વર્ગ ચાર સુધીની સરકારી ભરતીમાં નિવૃત સૈનિકોની અનામતનો અમલ કરાવામાં આવે અને મેરીટને ધ્યાને લીધા વિના માજી સૈનિક ગણી નિમણુક આપવામાં આવે., માજી સૈનિક ના પરિવારના જીવન નિર્વાહ માટે ખેતીની જમીન અને રહેણાંક પ્લોટ આપવામાં આવે. માજી સૈનિકને નિયમ મુજબ સેનાએ આપેલી દારૂની પરમીટ માન્ય રાખવામાં આવે.,

સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટની જગ્યાએ સીધી માજી સૈનિકોની ભરતી કરવામાં આવે. ખાનગી સિક્યુરીટી કંપનીમાં નોકરી માટે હથીયારની જરૂર હોઇ હથીયારના પરવાના આપવામાં આવે., માજી સૈનિકોના સરકારી કચેરીમાં પડતર પ્રશ્નોનુ તાત્કાલીક નિવારણ કરવુ જોઇએ., માજી સૈનિકોની નોકરી સળંગ ગણી પેન્શન અને પગારનો લાભ આપવો. માજી સૈનિકો માટે પાંચ વર્ષ ની ફિક્સ પગારની પ્રથા રદ કરવી., માજી સૈનિકોને તેમના વતનની નજીક નોકરી આપવી. ઉચ્ચ અભ્યાસ માટે માજી સૈનિકોના સંતાનોને અગ્રીમતા આપવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.