Western Times News

Gujarati News

કોરોના ઇફેક્ટસ : પેટ્રોલની કિંમતમાં થયેલો તીવ્ર ઘટાડો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં જોરદાર ઘટાડો થઇ રહ્યો છે. ચીનમાં ભારે આતંક મચાવી રહેલા કોરોના વાયરસના કારણે લોકોની હાલત કફડી બનેલી છે. ચીનમાં વાયરસના કારણે હજુ સુધી ૬૦૦થી વધારે લોકોના મોત થઇ ગયા છે. ૩૦ હજારથી વધારે લોકોને અસર થયેલી છે. આવી સ્થિતીમાં  તેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઇ રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ત્રણ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે.

૧૫ દિવસના ગાળામાં જ પેટ્રોલની કિંમતમાં પૌણા બે રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. ૨૩મી જાન્યુઆરીના દિવસે પેટ્રોલની કિંમત ૭૪.૪૩ રૂપિયા હતી. જે હવે ઘટીને ૭૨.૬૮ રૂપિયા થઇ ગઇછે. ડીઝલની કિંમતમાં પણ આવી જ સ્થિતી જાવા મળી રહી છે. તેની કિંમતમાં રેકોર્ડ ઘટાડો થયો છે. ૨૦ દિવસમાં પેટ્રોલની કિંમતમાં આશરે ત્રણ રૂપિયાનો ઘટાડો થયો છે. ત્રણ મહિના પહેલા સાતમી નવેમ્બરના દિવસે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૨.૬૦ રૂપિયા થઇ ગઇ હતી. આઠમી નવેમ્બરના દિવસે ૭૨.૭૦ રૂપિયા હતી. ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે તેલની માંગમાં ઉલ્લેખનીય ઘટાડો થયોછે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.