Western Times News

Gujarati News

દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે મતદાન

નવીદિલ્હી: જેની ઉત્સુક્તાપૂર્વક રાજકીય વર્તુળોમાં રાહ જાવામાં આવી રહી હતી તે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે સઘન સુરક્ષા વચ્ચે મતદાન યોજાનાર છે. મતદાનને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આવતીકાલે સવારે ૮ વાગ્યાથી મતદાનની શરૂઆત થશે અને સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. મુખ્ય ટક્કર આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રહેલી છે.

દિલ્હીમાં ૨૭૦૦ મતદાન કેન્દ્રો ઉપર મતાધિકારનો ઉપયોગ કરવા મતદાર ઉત્સુક છે. ચૂંટણી પરિણામ ૧૧મી ફેબ્રુઆરીના દિવસે જાહેર કરવામાં આવશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સત્તા ટકાવી રાખશે કે કેમ તેને લઈને ભારે ઉત્સુક્તા રાજકીય પંડિતોમાં દેખાઈ રહી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી એએપીને જારદાર ટક્કર આપવામાં માટે સંપૂર્ણ તાકાત લગાવી ચુકી છે.

દિલ્હીમાં વિધાનસભાની અવધી ૨૨મી ફેબ્રુઆરીના દિવસે પૂર્ણ થઈ રહી છે. દિલ્હીમાં કુલ ૬૭૨ ઉમેદવારો તેમના ભાગ્ય અજમાવી રહ્યા છે. તમામ ઉમ્મેદવારોનો ભાવિનો ફેસલો કરવા માટે ૧૪૬૯૨૧૩૬ મતદારો ઉત્સુક્ત છે. આ વખતે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા મતદારોમાં જાગૃતિ જગાવવા માટે ચૂંટણી બ્રાંડ એમ્બેસેડર તરીકે રમત ગમત, મીડિયા, ક્લાસિકલ ડ્રાન્સ સહિતના ક્ષેત્રોમાંથી છ સેલેબ્રિટિની પસંદગી કરી હતી. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા આંકડામાંથી જણાવવામાં આવ્યું છે કે, દિલ્હીમાં ૫૮ જનરલ કેટેગરીની સીટો છે

જ્યારે ૧૨ અનુસુચિતની સીટો છે. ચૂંટણી આચારસહિતા પહેલાથી જ અમલી બનેલી છે. દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં લઈને તમામ તૈયારીઓ પંચ તરફથી કરવામાં આવી છે. ૩૮૦ મોડલ બુથ પર મહિલાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.  હાઈવોલ્ટેજ ચૂંટણી પ્રચારનો ગઈકાલે ગુરુવારના દિવસે સાંજે અંત આવ્યો હતો. ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીયમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા સહિત તમામ દિગ્ગજાએ જારદાર પ્રચાર કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રચારમાં ભાગ લીધો હતો.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આંકડા ઉપર નજર કરવામાં આવે તો ૩૫ ટકા ઉમેદવાર અપરાધિક છાપ ધરાવે છે. ૩૬ ટકા ઉમેદવાર કરોડપતિ છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા કુલ ૬૭૨ ઉમેદવાર પૈકી ૧૦૪ ઉમેદવારની સામે ગંભીર અપરાધિક કેસો રહેલા છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા ૬૭૨ ઉમેદવારો પૈકી ૧૩૩ની સામે ફોજદારી કેસો રહેલા છે. રાજનીતિમાં સુધારો કરવાના દાવા સાથે મેદાનમાં આવેલા આમ આદમી પાર્ટીના દાવાઓ પણ પોકળ સાબિત થયા છે. કારણ કે, આમ આદમી પાર્ટીના ૫૧ ટકા ઉમેદવાર કલંકિત હોવાની વિગતો સપાટી ઉપર આવી ચુકી છે. આમ આદમી પાર્ટીના ૨૫ ટકા ઉમેદવાર પર ગંભીર પ્રકારના અપરાધિક કેસો રહેલા છે.

ભાજપના ૧૭, કોંગ્રેસના ૧૩, બહુજન સમાજ પાર્ટીના ૧૦ અને એનસીપીના બે ઉમેદવાર કલંકિત હોવાની વિગત સપાટી ઉપર આવી છે. કોંગ્રેસે તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા નથી. ૬૬ સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતર્યા છે જે પૈકી ૧૩ ઉમેદવારો કલંકિત હોવાની વિગતો ખુલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.