Western Times News

Gujarati News

સુપ્રીમના ચુકાદા સાથે સરકારને લેવા દેવા નથી : પ્રહલાદ જોશી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રમોશનમાં અનામતને લઇને આપવામાં આવેલા ચુકાદા બાદ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. પ્રમોશનમાં અનામત મુદ્દે સંસદમાં આજે સંગ્રામની સ્થિતિ જાવા મળી હતી. કોંગ્રેસે સરકારને અનામત વિરોધી ગણાવીને પ્રહારો કર્યા હતા જ્યારે સરકારના સાથી પક્ષો એલજેપી, જેડીયુ અને અપના દળે સરકારને આના ઉપર કાનૂન બનાવીને વિવાદનો અંત લાવવાની માંગ કરી છે.

બીજી બાજુ સરકારે કહ્યું છે કે, તેને લઇને હજુ સુધી કોઇપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પ્રમોશનમાં અનામતના મામલા પર સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગહેલોતે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે, આ કેસમાં કેન્દ્ર સરકારની કોઇપણ ભૂમિકા રહેલી નથી. આ વિષય ઉપર સરકાર હાલમાં ચર્ચા કરી રહી છે. પ્રમોશનમાં રિઝર્વેશન મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને ભારે ધાંધલ ધમાલ આજે થઇ હતી.

કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું હતું કે, સરકાર અનામત આંચકી લેવા માટે ઇચ્છુક છે. લોકસભામાં કોંગ્રેસી નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે, ઉત્તરાખંડ સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં એવી દલીલો કરવામાં આવી હતી કે, એસસી અને એસટી પર જે સંરક્ષણ છે તેને દૂર કરી દેવામાં આવે તે જરૂરી છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદામાં બે બાબતો સ્પષ્ટપણે સપાટી ઉપર આવી છે. એસસી અને એસટીના વ્યક્તિઓની સરકારી હોદ્દા પર ભરતી મૂળભૂત અધિકાર નથી. બીજી બાબત એ છે કે, સરકારનું કોઇ બંધારણીય કર્તવ્ય નથી કે તે એસસી અને એસટીના વ્યક્તઓની સરકારી હોદ્દા પર ભરતીમાં અનામતની કોઇ વ્યવસ્થા કરે. સ્વતંત્રતા બાદથી એસસી અને એસટીની સાથે ભેદભાવ થતા રહ્યા છે. સરકાર આજે તેમના અધિકારો આંચકી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.