Western Times News

Gujarati News

ડેમાઈ સેન્ટ્રલ બેંકના એટીએમમાંથી ૬.૪૩ અને મોડાસા કેનરા બેંક ATMમાંથી ૧.૩૭ લાખની ચોરી 

અરવલ્લીમાં એટીએમ તોડતી ગેંગે ત્રણ એટીએમને નિશાન બનવ્યા 
રાજ્યમાં અવારનવાર એટીએમ લૂંટની ઘટના બનતી રહે છે. રાજ્યમાં આવેલા એટીએમમાં કેમેરા હોવા છતાં પણ તસ્કરો ચોરી કરવામાં સફળ થતા હોય છે. અરવલ્લી જીલ્લામાં કારમાં  ગેસ કટર સાથે પહોંચી એટીએમમાં ચોરી કરતી તસ્કર ટોળકીએ ટળખળાટ મચાવતા ૬  કલાકના સમયગાળામાં જીલ્લાના બે  એટીએમ મશીનમાં લાખ્ખો રૂપિયાની ચોરી કરી અન્ય એક એટીએમમાં ચોરીના નિષ્ફળ પ્રયાસ થી જીલ્લા પોલીસતંત્રમાં દોડધામ મચી હતી

સોમવારની રાત્રીએ બાયડ નજીક આવેલા ડેમાઈ ગામમાં આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં   લૂંટારાઓની ગેંગે એટીએમ મશીનને ગેસ કટરથી કાપી ૬.૪૩ લાખ અને મોડાસાના માલપુર રોડ પર આવેલ કેનરા બેંકના એટીએમ માંથી ૧.૩૭ લાખની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા બાયડ પાવનપ્લાઝા નજીક આવેલા કેનરા બેંકના એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

સોમવારની મોડી રાત્રીએ એટીએમ ગેસ કટરથી તોડી ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગે ટળખળાટ મચાવતા ત્રણ એટીએમ મશીનને નિશાન બનાવ્યા હતા ડેમાઈ આઉટ પોસ્ટ પોલીસ મથક નજીક આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમને રાત્રીના ૩ વાગ્યાના સુમારે ગેસ કટરથી કાપીને અંદાજે રૂપિયા ૬. ૪૩ લાખની ચોરી કરી બાયડના પાવનપ્લાઝમા આવેલા કેનારા બેંકના એટીએમમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો ત્યાર બાદ વહેલી સવારે ૫ વાગ્યાના સુમારે મોડાસાના માલપુર રોડ પર આવેલી કેનરા બેંકના એટીએમને ગેસ કટરથી કાપી ૧.૩૭ લાખની ચોરી કરી એટીએમ તોડી ચોરી કરતી ગેંગ રફુચક્કર થઈ હતી

લૂંટ થતાં દોડધામ મચી ગઈ છે. એટીએમમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોએ સીસીટીવી કેમેરા પર કાળા કલરનો સ્પ્રે છાંટીને લૂંટ ચલાવી હતી. જેથી લૂંટની ઘટના કેમેરામાં કેદ ન થાય. અને કેમેરાની રેકોર્ડિંગની કેસેટ અને ડીવીઆર પણ સાથે લઈ જતા આ પ્રકારની હરકતથી રીઢા ગુનેગારો હોવાનું અને હરિયાણાની એટીએમ લૂંટ માટે દેશમાં કુખ્યાત ગણાતી મેવાત ગેંગનો હાથ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે બાયડ અને મોડાસા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અરવલ્લી જીલ્લામાં મોટા ભાગના એટીએમ મશીનોમાં સિક્યુરિટી ગાર્ડ વિહોણા  રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો એટીએમ ધારકો પાસેથી એટીએમના મસમોટા ચાર્જ વસૂલી રહી છે પરંતુ મોટા ભાગના એટીએમ સિક્યુરિટી વિહોણા હોવાથી ગ્રાહકોની સુરક્ષા પણ જોખમાય છે અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વિવિધ બેંકોના એટીએમ મશીનો પર આરબીઆઈની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી સિક્યુરિટી ગાર્ડ વગર નધણિયાત છોડી દેવામાં આવતા એટીએમ તોડતી ગેંગ માટે એટીએમને ગેસકટર થી કાપી ચોરીની ઘટનાને અંજામ આપવામાં સરળતા રહેતા સમયાંતરે એટીએમમાં ચોરીની ઘટનાઓ બની રહી છે

મોડાસાની કેનરા બેંકના એટીએમ તસ્કરો પાણીની બોટલ મૂકી જતા પોલીસ માટે મહત્વની કડી સાબિત થઇ શકે છે મોડાસાની કેનરા બેંકના એટીએમમાં સૌપ્રથમ બુકાનધારી શખ્શ પ્રવેશી સીસીટીવી કેમેરા પર કાળા કલરનો સ્પ્રે છાંટી એટીએમને ગેસ કટરથી કાપી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો સીસીટીવી કેમેરા પર છાંટેલ કલર સ્પ્રેની બોટલ અને કિનલે પાણીની બે બોટલ એટીએમમાં છોડીને રફુચક્કર થઈ જતા તસ્કર ગેંગે એટીએમ ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા પાણીની બોટલ કોઈ હોટલ માંથી ખરીદી હોવાથી પોલીસ બાયડ થી મોડાસા સુધીના હાઈવે પર આવેલી હોટલોના સીસીટીવી કેમેરા તપાસે તો લૂંટારુઓ સુધી પહોંચવા મહત્તવની કડી સાબિત થઇ શકે છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.