Western Times News

Gujarati News

અરવલ્લી  જિલ્લાના ૧.૪૦ લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ આવરી લેવામાં આવશે

૨૩ ફેબ્રુઆરી સુધી જિલ્લા વહિવટી તંત્ર વ્યાપક ઝુંબેશ ચલાવશે- પશુપાલનના વ્યવસાયસાથે સંકળાયેલાખેડૂતોનેપણ કિસાન ક્રેડીટ કાર્ડનો લાભ મળશે.

કિસાનોના હિત માટે સમગ્ર દેશમાં આરંભાયેલ પ્રધાનમંત્રી કિસાન યોજના અન્વયે લાભાર્થી ખેડૂતોને સહાય અને સહયોગ માટે સરકારશ્રી દ્વારા તા. ૮ થી ૨૩ ફેબ્રુઆરી દરમ્યાન એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેની જાણકારી અંગે જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, મોડાસા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજના અંતર્ગત ૧.૪૦ લાખ ખેડૂતોનેઆવરી લેવાની ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. જે પૈકી હાલ૬૩,૦૦૦ખેડૂતો પાક ધિરાણનો લાભ મેળવી રહ્યા છે જ્યારેબાકી રહેતા ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડ – પાક ધિરાણ આપવા માટે જિલ્લામાં વહિવટી તંત્ર બેન્કો સાથે મળીને તા. ૨૩ ફેબ્રુઆરી સુધી વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે જેમાં ખેડૂત ખાતેદારોનેઆ ઝુંબેશદરમિયાન નિ:શુલ્ક ચાર્જથી કાર્યવાહી કરી આપવામાં આવશે.

કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે જે ખેડૂતો પાસે જમીન નથી અને પશુપાલનના વ્યવસાયસાથે સંકળાયેલા હોય તેવા પશુપાલકોને રૂ. ૩ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવશે જેમાં એક વર્ષના નિયત સમય મર્યાદામાં ખેડૂત ખાતેદાર ચૂકવણું કરશે તો ઝીરો ટકા વ્યાજનો દર લાગુ પડશે. કિસાન ક્રેડીટ કાર્ડની પાત્રતા ધરાવતા  લાભાર્થિઓનેપ્રોસેસિંગ, દસ્તાવેજીકરણ, નિરીક્ષણ અને ખાતાકીય ફોલિયો ચાર્જ કેસીસી લોન માટેના અન્ય સર્વિસ ચાર્જ સહિતના તમામ ચાર્જ માફ કરાયા છે.

કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતુ કેઅરવલ્લી જિલ્લાની ૧૩૩ બેંક શાખાઓમાં આ યોજના કાર્યાન્વિત છે જેમાં  પી.એમ. કિસાન યોજનાનો લાભ લેવા ખેડૂતે નજીકની બેંક શાખામાં સંપર્ક કરવાનો રહેશે. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કેઅરજીનું સરળીકરણ કરી હવે માત્ર એક પાનાનું ફોર્મ રજૂ કરવાનું રહેશે જે ઓનલાઈન અથવા બેંકમાથી પણ ઉપલબ્ધ થઈ શકશે જેની સહાય માટે ૭૦ થી વધુ સખી બેંકો જન જાગૃતિનું કામ કરશે

આ પત્રકાર પરીષદમાંજિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે.આર.પટેલતથા પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.