Western Times News

Gujarati News

ર૧ કિલોમીટર ડ્રેનેજ લાઈનની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો

નાના ચિલોડાથી વિંઝોલ  : મ્યુનિસિપલ ડ્રેનેજ વિભાગે પાંચ પેકેજમાં કામ કરી નરોડા, નિકોલ, ઓઢવ, વ†ાલમાં ડ્રેનેજ ઓવરફલોની ફરીયાદ દૂર કરી

(દેેવેન્દ્ર શાહ) (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડ્રેનેજ બેકના પાણી બેક મારવાની સમસ્યા વર્ષો જૂની છે. શહેરના કોટ વિસ્તાર, દાણીલીમડા, બહેરામપુરા, રખિયાલ, સરસપુર, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં ગટરના પાણી રોડ ઉપર આવી જાય છે. જેનો કાયમી ઉકેલ આવે તે દિશામાં વર્ષોથી પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ હજુ સુધી નક્કર પરિણામ મળ્યા નથી.

નરોડા: (૧) નરોડા મુખ્ય રોડ (૨) હરિદર્શન ચોકડીથી રીંગ રોડ (૩)એલઓસી ઓફિસની બાજુમાં 

નિકોલ: (૧) સુરભી રેસીડેન્સી (૨) મનમોહન પાર્ક (૩) ભક્તિ સર્કલ રોડ (૪) નિકોલ તળાવની બાજુમાં (૫) ગંગોત્રી સર્કલથી રીંગ રોડ

વસ્ત્રાલ: (૧) દિવ્ય સૃષ્ટી (૨) દિવ્ય સૃષ્ટીની સામે (૩) ક્રિસ્ટલ સ્કુલ (૪) કેનેરા બેંક (૫) માધવ હોમ્સ (૬) દેવનંદન સુપ્રિનેસી (૭) રતનપુરા તળાવની બાજુમાં (૮) ક્રિષ્ના પાર્ક ત્રણ રસ્તા (૯) સારથી રેસીડેન્સી (૧૦) આલોક પેરેડાઈસ (૧૧) કલપતરૂ રેસીડેન્સી (૧૨) સુરયમ પ્રાઈડ

જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ ઝોનને આવરી લેતી ૧ર૦૦ની લાઈનમાં પણ ડ્રેનેઝના પાણી બેક મારવાની સમસ્યા અતિગંભીર બની રહી હતી. નાના ચિલોડાથી વિંઝોલ સુધીની આ લાઈનમાં અનેક સમસ્યાઓ ઉપસ્થિત  થઈ હતી જેના કારણે નરોડા, નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારો તથા એસ.પી.રીંગ રોડ પર વારંવાર ગટરના પાણી ફરી વળતા હતા. તેમજ હાથીજણ સર્કલથી વસ્ત્રાલ સુધીના રીંગ રોડ ઉપર મહાકાય ભુવા પડ્યા હતા. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિમાં આ મુદ્દે ઘણા સમય સુધી વિવાદ ચાલ્યો હતો. પરંતુ તેનો હવે નિકાલ થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્ત્‌, પૂર્વ અને દક્ષિણ ઝોન તથા પૂર્વના રીંગ રોડને આવરી લેતી મેગા લાઈન ઔડા દ્વારા નાંખવામાં આવી હતી. નાના ચિલોડાથી વિંઝોલ સુધી અંદાજે ર૧ કિલોમીટર લંબાઈની ડ્રેનેજ લાઈનમાં ઓવરફલોની સમસ્યા વકરી હતી. સ્ટેન્ડીંગ કમિટિમાં પણ તત્કાલીન સભ્યો દ્વારા આ મુદ્દે  વારંવાર આક્રમક રજુઆત કરવામાં આવી હતી.

તથા સમસ્યાનો ઉકેલ આવતો નહોવાથી એકાદ વખત વાક આઉટ પણ કર્યો હતો. નરોડા, નિકોલ, ઓઢવ તથા વસ્ત્રાલ વિસ્તારમાં ડ્રેનેજ ઓવરફલોની સમસ્યાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. મ્યુનિસિપલ ડ્રેનેજ ખાતાના તત્કાલીન એડીશ્નલ ઋષિ પંડ્યા તથા અન્ય અધિકારીઓએ આ દિશામાં ત્વરીત સર્વે કર્યો હતો. જેમાં નિકોલ ટોરેન્ટ પાવર પાસે મોટી ભૂલ બહાર આવી હતી.

આ સ્થળે ૧ર૦૦ એમ.એમ. ની લાઈનમાં ૩૦૦ એમ.એમ.ની પાઈપનું જાડાણ નાંખવામાં આવ્યુ હતુ. જેના કારણે ઓવરફલોની સમસ્યા સર્જાતી હતી તેથી ડ્રેનેજ ખાતાના અધિકારીઓએ યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. તથા માત્ર ૧પ દિવસમાં જ ૩૦૦ ની લાઈન કાઢીને ૧ર૦૦ એમ.એમની લાઈન નાંખી હતી. જેના કારણે આ વિસ્તારમાં ડ્રેનેજ ઓવરફલોની સમસ્યામાં થોડોઘણા અંશે રાહત થઈ હતી. આ કામની સાથે સાથે ઓઢવ ૩૧૦ ડ્રેનેજ પંપીંગ સ્ટેશનની ચકાસણી પણ કરવામાં આવી હતી.

આ પંપીંગ સ્ટેશનમાં ઓઢવ અને નિકોલના પાણી આવે છે. પરંતુ તેની ક્ષમતા ઓછી હોવાથી ઓવરફલોનું નિર્માણ થયુ હતુ. ડ્રેનેજ ખાતાના તત્કાલીન ઉચ્ચ અધિકારીઓએ ડ્રેનેજ પંપીંગ સ્ટેશનનું સતત મોનિટરીંગ કરીને સમસ્યા ઓછી કરવા પ્રયાસ કર્યા હતા. સાથે સાથે તેની ક્ષમતા વધારવા અને ઈસ્ટર્ન ટ્રન્ક મેઈન્સના (પાંચ પેકેજ) ટેન્ડર જાહેર કકર્યા હતા. જેના કામ પૂર્ણ થયા હોવાથી ડ્રેનેજ ઓવરફલોની સમસ્યા હલ થઈ છે.

મ્યુનિસિપલ ડ્રેનજ ખાતાના સુત્રોએ ઉપરોક્ત માહિતી આપતા વધુમાં જણાવ્યુ હતુ કે મેગા ટ્રન્ક લાઈનના ત્રીજા ફ્ઝમાં હયાત લાઈનમાં ૧૬ ડ્રેનેજ પંપીંગ સ્ટેશન આઠ પંપીંગ સ્ટેશનના પાણી નવી ટ્રન્ક લાઈનમાં ડાયવર્ટ કરવામાં આવશે. જેના ભવિષ્યમાં તૈયાર થનાર રહેણાંકની લાઈનોને પણ આવરી લેવામાં આવશે.

રીંગ રોડની આસપાસ વર્ટીકલ ડેવલપમેન્ટ થવાના કારણે હાંસોલ, હંસપુરા, નરોડા, ટી.પી.-ર, નિકોલ તથા વસ્ત્રાલમાં ડ્રેનેજ ઓવરફલોની સમસ્યા થતી હતી. ચોમાસાની સિઝનમાં હાથીજણ સર્કલ પાસે આ લાઈનમાં બ્રેકડાઉન થવાના કારણે વિશાળ ભૂવો પડ્યો હતો. આ લાઈનમાં ડ્રેનેજ વાટરના સતત ફલોના કારણે ભૂવાના રીપેરીંગ કામમાં પણ ત્રણથી ચાર મહિનાનો સમય થયો હતો.

ડ્રેનેજ પ્રોજેક્ટ ખાતાની ટીમે સતત કામ કરીને હયાત લાઈનો શિફટ કરી છે. તથા ભૂવા-બ્રેકડાઉનના કામ કર્યા હતા. નાના ચિલોડા-વિંઝોલ લાઈનના પાંચ પેકેજ માટે રૂ.પ૯.૬૦ કરોડનો ખર્ચ થયો છે. જ્યારે ઓઢવ પંપીંગ સ્ટેશનની ક્ષમતા વધારવા રૂ.ર૯.ર૦ કરોડનો ખર્ચ કરાયો છે. મ્યુનિસિપલ સીટી ઈજનેર એન.કે.મોદી, ડ્રેનેજ પ્રોજેક્ટ એડીશ્નલ ફાલ્ગુન મિસ્ત્રી અને તેમની ટીમે માત્ર આઠ માસમાં જ યુધ્ધના ધોરણે કામ કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.