Western Times News

Gujarati News

આતંકીઓની મદદ કરનાર ૫ શંકાસ્પદની ધરપકડ કરાઇ

જમ્મુ, જમ્મૂ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોએ એક મોટી સફળતા હાંસિલ કરતા એક આતંકી મોડ્‌યૂલનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહીમાં આતંકીઓની મદદ કરનાર ૫ શંકાસ્પદની પણ ધરપકડ કરવામાં આવી છે. શરૂઆતી તપાસમાં તેનો સંબંધ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે જણાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયમાં જમ્મૂ-કાશ્મીરમાં આવા ઘણા મોડ્‌યૂલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

બડગામ પોલીસે આ વાતની જાણકારી આપી છે કે જમ્મૂ-કાશ્મીર ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત આ આતંકી મોડ્‌યૂલનો પર્દાફાશ કરી આતંકીઓની મદદ કરનાર ૫ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ લોકો આતંકવાદીઓને આસરો આપતા અને તેની મદદ પણ કરતા હતા.

આ પહેલા શુક્રવારે જૈશ-એ-મોહમ્મદના એક મોડ્‌યૂલનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે લાલ ચોક પર ગ્રેનેડ ફેંકવામાં સામેલ જૈશના ત્રણ સહયોગીઓ નાવેદ ઉલ લતીફ, શકીલ અહમદ બંદ અને શમજાદ મંજૂરની ધરપકડ કરી હતી. ત્રણેય આતંકી નેટવર્ક બનાવવા અને ઘાટી ભરમાં આતંકી ગતિવિધિઓની અંજામ આપવામાં સામેલ રહ્યાં છે. ત્યારબાદ સોમવારે પુલવામાં જિલ્લામાં આતંકવાદી સંગઠનોએ સુહૈલ જાવેદ લોન, ઝહુર અહમદ ખાન અને સોહૈબ મંજૂર નામના ત્રણ સક્રિય સભ્યોની ધરપકડ કરી હતી. તો મંગળવારે કિશ્તવાડ જિલ્લાથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદીનના એક સક્રિય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.