Western Times News

Gujarati News

શિક્ષણ માટે ગુજરાતના બજેટમાં સૌથી વધુ ઐતિહાસિક રૂ. ૬૩ હજાર કરોડની જોગવાઈ

ગુજરાત સરકારના બજેટમાં કચ્છના સર્વાંગી વિકાસ માટે વધુ મહત્વ અપાયું : રાજ્ય મંત્રી શ્રી ત્રિકમ છાંગા

રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે કચ્છદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતઉત્તર ગુજરાતસૌરાષ્ટ્રસૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર માટે રૂ. બે હજાર કરોડની જોગવાઈ

કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે રૂ. ૨૩૦ કરોડ ફળવાયા

કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્‍બૂ(વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્ટોરેશન માટે રૂ. ૯૭ કરોડની જોગવાઇ

કોઈપણ વ્યક્તિસમાજ કે રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરીયાત છે. આ મહત્વની કેન્દ્ર સ્થાને રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ માટે અંદાજપત્ર : ૨૦૨૬-૨૭માં સૌથી વધુ ઐતિહાસિક રૂ. ૬૩ હજાર કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના મંત્ર સાથે ગુજરાત સરકારના બજેટમાં કચ્છના સર્વાંગી વિકાસ માટે વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ‘કચ્છ નહિ દેખાતો કુછ નહિ દેખા’ અને ‘કચ્છડો બારેમાસ’ પંક્તિની સાચા અર્થમાં સાકાર કરવા ગુજરાત બજેટમાં કચ્છ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા સર્વ સમાવેશી અંદાજપત્ર ઉપર પ્રતિક્રિયા આપતા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું.

રાજ્ય મંત્રી શ્રી ત્રિકમ છાંગાએ અંદાજપત્રમાં ખાસ કરીને રાજ્યના યુવાનો માટે શિક્ષણની સાથે રોજગારીને ધ્યાને રાખીને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમભાઈ વાજાના નેતૃત્વમાં કરવામાં આવેલી જોગવાઈ વિશે કહ્યું હતું કેમુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા રૂ. ૪૦૦ કરોડ૧૬ નવી સરકારી કોલેજો શરૂ કરવાકાર્યરત ૨૦ કોલેજોના બાંધકામ માટે તેમજ ૮ કાર્યરત કોલેજોમાં વધારાનો નવો પ્રવાહ શરૂ કરવા રૂ.૧૨૬ કરોડ તેમજ સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસને લગતી સુવિધાઓના વિકાસ માટે રૂ.૯૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, i-Hub, અમદાવાદ અને i-Hubના ચાર પ્રાદેશિક કેન્દ્રો ખાતે વિવિધ કામગીરી માટે રૂ.૮૦ કરોડસરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે ભૌતિક સંસાધનોવિવિધ આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક સોફ્ટવેર પૂરા પાડવા માટે રૂ.૬૭ કરોડએલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગઅમદાવાદ ખાતે હોસ્ટેલ કેમ્પસના વિકાસ માટે બોયઝ હોસ્ટેલના બે નવા બ્લોકના બાંધકામ માટે રૂ.૫૧ કરોડ તેમજ એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગઅમદાવાદ ખાતે રિસર્ચ પાર્કના બાંધકામ માટે રૂ.૫૧ કરોડની જોગવાઇ કરાઈ છે.

વધુમાં મંત્રીશ્રી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કેઉચ્ચ શિક્ષણની ૧૩૬ સરકારી કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરી મરામતજાળવણી અને સંરક્ષણ સંબંધિત કામગીરી માટે કુલ રૂ.૪૬ કરોડસ્ટુડન્‍ટ સ્ટાર્ટઅપ એન્‍ડ ઇનોવેશન પોલિસી ૨.૦ માટે રૂ.૪૫ કરોડમુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા રૂ.૪૫ કરોડકૌશલ્ય સહાય સ્કીમ હેઠળ ઇન્ટર્નશિપ માટે અંદાજિત ૨ લાખ ૧૨ હજાર વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન આપવા રૂ.૪૩ કરોડ ફાળવવામાં આવ્યા છે.

મંત્રીશ્રી વધુ વિગતો આપતા જણાવ્યું હતું કેએલ.ઇ. કોલેજમોરબી ખાતે માળખાકીય સુવિધાઓલેબોરેટરીઝના અપગ્રેડેશનનવા કોર્સીસ શરૂ કરવા અને સંસ્થાને ઓટોનોમસ દરજ્જો આપવા માટે રૂ.૩૫ કરોડરાજકોટ ખાતે એન.સી.સી. લીડરશીપ એકેડેમીના બાંધકામ માટે રૂ.૩૧ કરોડરાજ્યની યુનિવર્સિટીમાં વાઇલ્ડ લાઇફ લર્નિંગ એક્સટેન્શનએડવાન્સ મટીરિયલ સેન્ટરસેમી કન્ડકટરહેરીટેજ,

આર્કિયોલોજીલાઇફ લોન્ગ લર્નિંગ જેવા અભ્યાસક્રમો શરૂ કરવા રૂ.૨૮ કરોડની જોગવાઈ તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની કોલેજોમાં અભ્યાસ કરતા ૧૯ લાખ ૮૪ હજાર વિદ્યાર્થીઓને યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાથે જોડી Industry-ready બનાવવા અને ગુજરાત નેવલ યુનિટભાવનગર ખાતે બોટ હાઉસના નિર્માણ માટે બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્ય મંત્રી શ્રી ત્રિકમ છાંગાએ કચ્છ સહિત રાજ્યના સર્વાંગી વિકાસ માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઈ અંગે કહ્યું હતું કેરાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે કચ્છદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતઉત્તર ગુજરાતસૌરાષ્ટ્રસૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર એમ ૬ (છ) ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યાં છે. જે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જેનાથી આર્થિક પ્રવૃત્તિઓરોજગાર સર્જન અને મૂડી રોકાણને પ્રોત્સાહન મળશે. આ માટે રૂ.૨,૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કેઆ ઉપરાંત કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્‍બૂ(વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્ટોરેશન માટે રૂ.૯૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. કચ્છવલસાડડાંગનર્મદાછોટાઉદેપુર જિલ્લામાં ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે રૂ.૨૮ કરોડ,

કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે રૂ.૨૩૦ કરોડતેમજ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવાની જોગવાઇ કરવામાં આવી છે. આમ ગુજરાતના વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં અન્ય પ્રદેશોની જેમ કચ્છનો પણ પ્રવાસનઔદ્યોગિકવન વિસ્તારશૈક્ષણિક અને ઐતિહાસિક ક્ષેત્રે સર્વાંગી વિકાસનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે તેમમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.