Western Times News

Gujarati News

સાબરમતી અને હરિદ્વાર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન પશ્ચિમ રેલવે ચલાવશે

પ્રતિકાત્મક

અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા આવનારા હોળી તહેવાર દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી–હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ અસારવા થી આગ્રા કૅન્ટ માટે પણ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09425/09426 સાબરમતી–હરિદ્વાર–સાબરમતી સ્પેશિયલ (10 ફેરે)

ટ્રેન નંબર 09425 સાબરમતી–હરિદ્વાર સ્પેશિયલ 23 ફેબ્રુઆરી અને 02, 09, 16, 23 માર્ચ 2026ના રોજ સાબરમતીથી સાંજે 18:45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 20:30 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તે જ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર–સાબરમતી સ્પેશિયલ 24 ફેબ્રુઆરી અને 03, 10, 17, 24 માર્ચ 2026ના રોજ હરિદ્વારથી રાત્રે 21:45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 22:30 વાગ્યે સાબરમતી પહોંચશે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર–જયપુર, બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કૅન્ટ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર તથા સામાન્ય વર્ગના કોચ રહેશે.

ટ્રેન નંબર 01920/01919 અસારવા–આગ્રા કૅન્ટ– અસારવા સ્પેશિયલ (60 ફેરે)

ટ્રેન નંબર 01920 અસારવા–આગ્રા કૅન્ટ સ્પેશિયલ 19 ફેબ્રુઆરીથી 30 માર્ચ 2026 સુધી (મંગળવાર અને બુધવાર સિવાય) અસારવાથી દરરોજ બપોરે 14:50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 07:45 વાગ્યે આગ્રા કૅન્ટ પહોંચશે.

તે જ રીતે ટ્રેન નંબર 01919 આગ્રા કૅન્ટ–અસારવા સ્પેશિયલ 18 ફેબ્રુઆરીથી 29 માર્ચ 2026 સુધી (સોમવાર અને મંગળવાર સિવાય) આગ્રા કૅન્ટથી દરરોજ સાંજે 18:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 11:10 વાગ્યે અસારવા પહોંચશે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપનગર, માવલી, ચંદેરિયા, માંડલગઢ, બૂંધી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09425 માટે બુકિંગ 21 ફેબ્રુઆરી 2026થી મુસાફર આરક્ષણ કેન્દ્રો અને આઇઆરસીટીસી  વેબસાઇટ પર શરૂ થશે તથા ટ્રેન નંબર 01920 માટે બુકિંગ ચાલુ છે. ટ્રેનોના સમયપત્રક, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.