દુબઈ -UAE ફરવા ગયેલા ભારતીયોની પરિસ્થિતિ પર સરકારની નજર
ઈન્દોરના પૂર્વ ધારાસભ્ય સંજય શુક્લા પરિવાર સાથે દુબઇમાં અટવાયા, માંગી ભારત સરકાર પાસે મદદ
(એજન્સી)દુબઈ, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે જોધપુરના આશરે ૧૨૦ ભક્તો દુબઈમાં ફસાયેલા છે. આ બધા ભક્તો જોધપુરના સૂરસાગરમાં આવેલા રામદ્વારાના સંત અમૃતરામ મહારાજ સાથે કથા સાંભળવા માટે દુબઈ ગયા હતા.
શ્રી રામ કથાનું આયોજન ૨૪ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન દુબઈની સેવન સીઝ હોટેલમાં કરવામાં આવ્યું હતું, અને તેમાં મોટી સંખ્યામાં એનઆરઈ અને સ્થાનિક ભક્તોએ હાજરી આપી હતી.
જોધપુરના સૂરસાગર સ્થિત રામદ્વારાના સંત અમૃતરામ મહારાજ સાથે આ શ્રદ્ધાળુઓ દુબઈ ગયા હતા. ત્યાં ૨૪ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન દુબઈની ‘સેવન સીઝ’ હોટલમાં શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો અને સ્થાનિક ભક્તોએ હાજરી આપી હતી.
શુક્રવારે કથા સંપન્ન થયા બાદ તમામ શ્રદ્ધાળુઓ નિર્ધારિત સમયે ભારત પરત આવવા માટે દુબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચતા જ સુરક્ષા એજન્સીઓએ તેમને આગળ વધતા અટકાવ્યા હતા. એરપોર્ટ પર હાજર પોલીસ અને સુરક્ષા અધિકારીઓએ યુદ્ધ જેવી સ્થિતિ અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને તમામ મુસાફરોને તાત્કાલિક હોટલ પરત ફરવા સૂચના આપી હતી.
અચાનક આવેલા સંજોગોમાં થયેલા ફેરફારથી યાત્રાળુઓમાં ચિંતા અને મૂંઝવણનું વાતાવરણ સર્જાયું છે. ઘણા યાત્રાળુઓ તેમના પરિવાર અને બાળકોથી દૂર રહેવાને કારણે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. ભારતમાં પરિવારના સભ્યો પણ તેમના પ્રિયજનોની સલામતી અંગે ખૂબ ચિંતિત છે.
સતત બદલાતી સ્થિતિ અને ફ્લાઇટ રદ થવાની સંભાવનાએ યાત્રાળુઓ માટે મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. યાત્રાળુઓએ અહેવાલ આપ્યો છે કે એરપોર્ટ પર અચાનક ભારે સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. ઘણી ફ્લાઇટ્સ કાં તો રદ કરવામાં આવી છે અથવા અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.
અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે વર્તમાન પરિસ્થિતિમાં મુસાફરોની સલામતી સર્વોપરી છે, અને તેથી, દરેકને તેમની હોટલમાં પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્ર યાત્રાળુઓ પર નજર રાખી રહ્યું છે અને શક્્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે. સૂરસાગર રામદ્વારા સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે બધા શ્રદ્ધાળુઓ સુરક્ષિત છે.
