ઈંગ્લેન્ડના આ સ્ટાર ખેલાડીએ એક સમયે તમામ ભારતીયોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા
ટી ૨૦ વર્લ્ડ કપમાં ભારતનો ફાઈનલમાં પ્રવેશ-જેકબ બેથલે ખૂબ જ આક્રમક રમત રમી એકસમયે ભારતને દબાણમાં લાવી દીધું હતું-ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જૈકબ બેથલે (22 વર્ષની ઉંમરે) 46 બોલમાં સદી ફટકારી
મુંબઈ, ટી૨૦ વર્લ્ડકપમાં ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ભારતને બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું અને આ તકનો લાભ ભારતીય ટીમે ઉઠાવ્યો હતો. પ્રારંભમાં અભિષેક શર્મા સસ્તામાં આઉટ થઈ જતાં ફરી એક વખત તેણે દર્શકોને નિરાશ કર્યા હતા. પરંતુ ત્યારબાદ સંજુ સેમસન અને ઈશાન કિશને વિસ્ફોટક બેટીંગ કરી હતી.
Jacob Bethal fought alone… he had the breath of millions of Indians stuck for a moment. the stadium fell silent when he was playing… indeed, England, the birthplace of cricket, creates what kind of players in their laboratory.
ભારતના તમામ બેસ્ટમેનોએ વિસ્ફોટક ઈનિંગ રમતાં ૨૦ ઓવરના અંતે ભારતે ૭ વિકેટ ગુમાવી ૨૫૧ રન બનાવ્યાં હતાં. આમ, ઈંગ્લેન્ડને ૨૫૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. પરંતુ આક્રમક શરૂઆત છતાં વિકેટો પડતાં મેચ રસાકસીભરી બનવા લાગી હતી.
જેકબ બેથલે ખૂબ જ આક્રમક રમત રમી એકસમયે ભારતને દબાણમાં લાવી દીધું હતું. તેણે ૪૫ બોલમાં સદી ફટકારી હતી. ૨૦ ઓવરના અંતે ઈંગ્લેન્ડની ટીમ ૨૪૩ રન બનાવી શકી હતી. આમ ભારતનો ૭ રને વિજય થયો હતો અને હવે ન્યુઝીલેન્ડ સામે ફાઈનલ મેચ રમશે.
ટી૨૦ વર્લ્ડકપ-૨૦૨૬ની ફાઈનલમાં પહોંચવા માટે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ શરૂ થઈ હતી ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્યકુમાર યાદવ અને ઈંગ્લેન્ડના સુકાની હેરી બ્રુક વચ્ચે ટોસ ઉછાળાયો હતો, જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધીના રેકોર્ડ મુજબ ઈંગ્લેન્ડ સામે ભારતે મજબૂત પ્રદર્શન કર્યું છે. આ પહેલા ૪ માર્ચે રમાયેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
૧૯.૫ ઓવરમાં ૨૫૧ રન પર ટીમ ઈન્ડિયાની સાતમી વિકેટ પડી હતી. હાર્દિક પંડ્યા ૧૨ બોલમાં ત્રણ ફોર અને બે સિક્સ ફટકારી ૨૭ રને રન આઉટ થયો હતો. ૧૮.૫ ઓવરમાં ૨૩૬ રન પર ટીમ ઈન્ડિયાની છઠ્ઠી વિકેટ પડી હતી. તિલક વર્મા માત્ર સાત બોલમાં ત્રણ સિક્સ ફટકારી ૨૧ રને આઉટ થયો હતો.
જોફ્રા આર્ચરે તેને ક્લિન બોલ્ડ આઉટ કર્યો હતો. ૧૭.૩ ઓવરમાં ૨૧૨ રન પર ટીમ ઈન્ડિયાની પાંચમી વિકેટ પડી હતી. વિસ્ફોટક બેટર શિવમ દુબે ૨૫ બોલમાં એક ફોર અને ચાર સિક્સ ફટકારી ૪૩ રને આઉટ થયો હતો. રન દોડતી વખતે હેરી બ્રુકે ડાયરેક્ટ સ્ટમ્પિંગ કરતા દુબે આઉટ થયો હતો.
૧૫.૪ ઓવરમાં ૧૯૦ રન પર ટીમ ઈન્ડિયાની ચોથી વિકેટ પડી ગઈ હતી. સુકાની સૂર્યકુમાર યાદવ ૬ બોલમાં એક સિક્સ ફટકારી ૧૧ રને આઉટ થઈ ગયો હતો. આદિલ રાશિદની બોલિંગમાં વિકેટકીપર જોસ બટલર સૂર્યાને સ્ટમ્પ આઉટ કર્યો હતો. ૧૩.૧ ઓવરમાં ૧૬૦ રન પર ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ પણ પડી ગઈ હતી. વિસ્ફોટ બેટર સંજૂ સેમસન ૪૨ બોલમાં ૮ ફોર અને ૭ સિક્સ ફટકારીને ૮૯ રને આઉટ થઈ ગયો હતો. વિક જેક્સની બોલિંગમાં ફિલ સોલ્ટે સંજૂનો કેચ પકડી લીધો હતો.
૯.૩ ઓવરમાં ૧૧૭ રન પર ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ પડી છે. ઈશાન કિશન ૧૮ બોલમાં ચાર ફોર અને બે સિક્સ ફટકારી ૩૯ રને આઉટ થયો હતો. આદિલ રાશિદની બોલિંગમાં વિલ જેક્સે કેચ કર્યો હતો. સંજૂ સેમસને ફરી દમદાર બેટિંગ કરીને ફિફ્ટી ફટકારી હતી.
સંજૂએ માત્ર ૨૬ બોલમાં સાત ફોર અને બે સિક્સ ફટકારી ૫૨ રન નોંધાવ્યા હતા. ૨ ઓવરમાં ૨૦ રન પર ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ પડી ગઈ હતી. અભિષેક શર્મા માત્ર ૯ રન બનાવી આઉટ થયો હતો. જેક્સની બોલિંગમાં ફિલ સોલ્ટે અભિષેકનો કેચ કર્યો હતો.
