Western Times News

Gujarati News

ભણસાલીની ‘લવ એન્ડ વાર’નું શૂટ પુર્ણતાને આરે- આલિયાની ખાતરી

મુંબઈ, આલિયા ભટ્ટે મેટ ગાલા પછી બાફ્ટામાં એન્ટ્રી કરી અને ત્યાર બાદ તે મિલાન ફેશન વીકમાં ગુચીની એમ્બેસેડર તરીકે હાજર રહી હતી. ત્યાર બાદ વોગ દ્વારા પણ તેનો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તે તૈયાર થઈ રહી હતી.

ત્યારે તેણે હવે મિલાનમાં બીજી વખત હાજરી અંગે અને ભણસાલી સાથે ‘લવ એન્ડ વાર’માં કામ કરવાના અનુભવ વિશે પણ વાત કરી હતી.આલિયાએ કહ્યું કે તેને મિલાન શહેર, ત્યાંના લોકો અને ત્યાંના ખાન-પાન વિષે પણ વાત કરી હતી. પોતાની આવનારી ફિલ્મ વિશે વાત કરતાં આલિયાએ કહ્યું, “હાલ હું લવ એન્ડ વાર નામની ફિલ્મ પર કામ કરી રહી છું. આ ફિલ્મ સંજય લીલા ભણસાલીએ ડિરેક્ટ કરી છે. અમારું શૂટિંગ બસ પૂરું જ થવા આવ્યું છે, અંતિમ તબક્કામાં છે.

આ અનુભવ ખરેખર જાદુઈ છે. સંજય સર સાથે કામ કરવું એ જીવનમાં એક જ વાર મળે એવો અનુભવ હોય છે, મને એ મળ્યો તેના માટે હું નસીબદાર છું.”આલિયા સિવાય આ ફિલ્મમાં રણબીર કપૂર અને વિકી કૌશલ પણ છે. આલિયાની આ ભણસાલી સાથેની બીજી ફિલ્મ છે. આ પહેલાં તેણે તેમની સાથે ૨૦૨૨માં ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ કરી હતી.

તેના માટે આલિયાને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. ગયા અઠવાડિયે રણબીરે પણ પોતાનાં ઇસ્ટાગ્રામ લાઇવમાં આ ફિલ્મ પોસ્ટપોન્ડ થઈ હોવાની વાત કરી હતી. જોકે, હજુ આ ફિલ્મની રિલીઝ ડેટ અંગે કોઈ જ તારીખ જાહેર થઈ નથી. સૌ પહેલાં આ ફિલ્મ ૨૦૨૫ના ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. ત્યાર બાદ ફિલ્મને ૨૦ માર્ચ, ૨૦૨૬ સુધી પોસ્ટપોન્ડ કરવામાં આવી. તેથી હવે એવા અહેવાલ હતા કે ફિલ્મ હવે ૨૦૨૭માં રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.