Western Times News

Gujarati News

કૃતિ સેનનને એવોર્ડ મળતા યામી ગૌતમ નારાજ

મુંબઈ, બોલીવુડમાં પ્રતિભા અને એવોર્ડને લઈને અવારનવાર વિવાદો થતા રહે છે, પરંતુ આ વખતે લડાઈ બે દિગ્ગજ અભિનેત્રીઓ વચ્ચેના મૌન સંકેતોથી શરૂ થઈ છે.

હાલમાં જ યોજાયેલા એક એવોર્ડ ફંક્શનમાં કૃતિ સેનનને બેસ્ટ એક્ટર્સ એવોર્ડ મળતા જ ઈન્ટરનેટ પર નવી ચર્ચા છેડાઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ અને ફિલ્મ વિવેચકો વચ્ચે એ વાતને લઈને બે ભાગ પડી ગયેલા જોવા મળી રહ્યા છે. ચર્ચાનો મુદ્દો એવો છે કે, આ એવોર્ડ માટે કૃતિ હકદાર હતી કે પછી અન્ય કોઈ અભિનેત્રીની અવગણના કરવામાં આવી છે? આ વિવાદમાં યામી ગૌતમની એક નાની પ્રતિક્રિયાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

સમગ્ર વિવાદ ત્યારે વધુ વકર્યાે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોને યામી ગૌતમે લાઈક કર્યાે. આ વીડિયોમાં કૃતિ સેનનને એવોર્ડ લેતા બતાવવામાં આવી હતી અને તેની સાથે યામીના એક જૂના ઇન્ટરવ્યુની ક્લિપ જોડવામાં આવી હતી, જેમાં તે એવોર્ડ શોની પારદર્શિતા પર સવાલ ઉઠાવી રહી હતી.

યામીના આ એક ‘લાઈક’ થી સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે. લોકો એવું માની રહ્યા છે કે યામી પોતે પણ કૃતિને મળેલા એવોર્ડથી નારાજ છે અને આડકતરી રીતે પોતાનો વિરોધ નોંધાવી રહી છે.

આ વીડિયો વાયરલ થતા જ કૃતિ અને યામીના ફેન્સ સામસામે આવી ગયા છે. ઘણા યુઝર્સે યામીની ફિલ્મ ‘હક’ ની સરખામણી કૃતિની ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’ સાથે કરી છે. યામીના સમર્થકોનું કહેવું છે કે ‘હક’ ફિલ્મમાં યામીનું પ્રદર્શન ઘણું ઉમદા હતું અને ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન પણ શાનદાર રહ્યું હતું, તેમ છતાં તેની અવગણના કરવામાં આવી.

બીજી તરફ, કૃતિના સમર્થકો દલીલ કરી રહ્યા છે કે કૃતિ પણ એક ઉત્તમ અભિનેત્રી છે અને તેણે પોતાની મહેનતથી આ એવોર્ડ હાંસલ કર્યાે છે.યામી ગૌતમે જે રીતે રિલ લાઈક કરી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેને પણ ક્યાંક અન્યાય થયો હોવાની લાગણી થઈ રહી છે.

ફિલ્મ ‘હક’ માટે યામીને વિવેચકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી, પરંતુ એવોર્ડ શોમાં તેને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. આ કોઈ પહેલી વાર નથી જ્યારે બોલીવૂડમાં લોબિંગ કે પક્ષપાતના આક્ષેપો થયા હોય. ભૂતકાળમાં પણ ઘણા કલાકારોએ એવોર્ડ શોનો બહિષ્કાર કર્યાે છે. હવે જોવાનું એ રહેશે કે કૃતિ સેનન આ વિવાદ પર કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.