ઇઝરાયેલના ૫૦ લડાકુ વિમાનોએ ખામેનેઈનું અન્ડરગ્રાઉન્ડ બંકર નષ્ટ કર્યું
તેલ અવીવ, ઇઝરાયેલની સેનાએ દાવો કર્યાે છે કે તેના ૫૦ લડાકુ વિમાનોએ તેહરાનમાં એવા અન્ડરગ્રાઉન્ડ બંકર પર હુમલો કરીને તેને નષ્ટ કરી દીધો છે, જે ઈરાનના સર્વાેચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ માટે બનાવવામાં આવ્યા હતા.
ઇઝરાયેલે જણાવ્યું છે કે આ પરિસર મધ્ય તેહરાનના રસ્તાઓની નીચે સંપૂર્ણપણે ફેલાયેલું હતું અને તેમાં બેઠક માટેના ખાસ રૂમ પણ હતા. નિવેદન અનુસાર, ખામેનેઈની હત્યા બાદ પણ વરિષ્ઠ અધિકારીઓ આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હતા.આ ઉપરાંત, ઇઝરાયેલની સેનાએ ઈરાનના કોમ શહેરના એક ઔદ્યોગિક વિસ્તારના લોકોને તાત્કાલિક ત્યાંથી બહાર નીકળી જવા માટે ચેતવણી આપી છે.
આઈડીએફે પોતાના ફારસી ભાષાના ‘એક્સ’ (ટિ્વટર) એકાઉન્ટ પર એક પોસ્ટમાં ‘કોમ શોકોહિયેહ’ ઔદ્યોગિક વિસ્તારનો નકશો શેર કર્યાે છે. નકશામાં એક ચોક્કસ વિસ્તારને લાલ રેખાઓથી ચિહ્નિત કરવામાં આવ્યો છે. ઈઝરાયેલની સેનાએ જણાવ્યું છે કે તેઓ આગામી ગણતરીના કલાકોમાં અહીં કાર્યવાહી કરશે.
સેનાએ લોકોને આ વિસ્તાર તાત્કાલિક ખાલી કરવા કહ્યું છે, કારણ કે ત્યાં રોકાવું એ લોકોના જીવ માટે જોખમી બની શકે છે.બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયે એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે અમેરિકા અને ઇઝરાયેલે રાજધાની તેહરાનમાં એક પ્રાથમિક શાળાને નિશાન બનાવી છે.SS1MS
