Western Times News

Gujarati News

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ઓસ્કર ૨૦૨૬નાં પ્રેઝેન્ટરની યાદીમાં સામેલ

મુંબઈ, પ્રિયંકા ચોપરા ખરા અર્થમાં ગ્લોબલ સ્ટાર બની ગઈ છે, આંતરરાષ્ટ્રિય સ્તરે પ્રખ્યાત ઇવેન્ટ અને મંચ પર તેની હાજરી સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ હોય છે. હવે તેણે પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર અપડેટ શેર કરી છે, એક તરફ એકેડેમી એવોડ્‌ર્સના ૧૫ માર્ચે તેના લાઇવ પ્રસારણ માટે તૈયારી શરૂ થઈ ગઈ છે.

બીજી તરફ હવે પ્રિયંકાએ પોતાના ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર એક નવી અપડેટ શેર કરી, જેમાં તેણે સત્તાવાર પ્રેઝેન્ટર્સની યાદીનો એક સ્નેપશોટ પોસ્ટ કર્યાે હતો. તેમાં ઓસ્કાર એવોડ્‌ર્ઝના પ્રઝન્ટર્સની યાદીમાં તેનું નામ અનેક જાણીતા હોલીવૂડ વ્યક્તિત્વો સાથે જોવા મળે છે. પ્રિયંકા સાથે યાદીમાં રોબર્ટ ડાઉની જુનિયર, એન હેથવે, વિલ આર્નેટ, પોલ મેસ્કલ અને ગ્વિનેથ પેલ્ટ્રો પણ સામેલ છે.

આ યાદીમાં તેનાં સમાવેશને આંતરરાષ્ટ્રીય મનોરંજન અને એવોર્ડ સર્કિટમાં તેની સતત હાજરી માટે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવે છે.વૈશ્વિક સિનેમાની સૌથી મોટા સમારોહમાંથી એક ગણાતા ઓસ્કર્સમાં સામાન્ય રીતે વિશ્વભરના જાણીતા અભિનેતાઓ અને ફિલ્મમેકર્સ વિવિધ કેટેગરીમાં એવોર્ડ રજુ કરતા જોવા મળે છે.સમારોહમાં પ્રેઝેન્ટર તરીકે પ્રિયંકાની હાજરી તેનાં વધતા ગ્લોબલ પ્રોફાઇલને વધુ મજબૂત બનાવે છે.

આ વર્ષાે દરમિયાન તેણે હોલિવૂડ પ્રોજેક્ટ્‌સ અને આંતરરાષ્ટ્રીય ઇન્ડસ્ટ્રી ઇવેન્ટ્‌સમાં સતત હાજરી જાળવી રાખી છે અને મોટા વૈશ્વિક મંચો પર ભારતીય પ્રતિભાનું પ્રતિનિધિત્વ કર્યું છે.થોડાં વખત પહેલાં જ તેની ફેન્ટસી ડ્રામા સિરીઝ ધ બ્લફ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ છે, જેમાં તેણે કાર્લ અર્બન સાથે અભિનય કર્યાે છે. તેની સાહસિક કથાવસ્તુ તથા ભવ્યતા માટે ચર્ચામાં છે.પ્રિયંકા હાલ પોતાની આવનારી ભારતીય ફિલ્મ વારણસી શૂટિંગ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે.

આ ફિલ્મમાં મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં છે અને તેનું ડિરેક્શન એસ. એસ. રાજામૌલી કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષાેમાં આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્‌સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યા બાદ આ ફિલ્મ સાથે પ્રિયંકા લગભગ સાત વર્ષ પછી ભારતીય સિનેમામાં વાપસી કરી રહી છે.

આ ફિલ્મ સિવાય પ્રિયંકા પાસે સ્પાય થ્રિલર સીરિઝ સિટાડેલની બીજી સીઝન પણ પાઇપલાઇનમાં છે. અભિનય સિવાય તે પોતાનાં પ્રોડક્શન અને અન્ય ગ્લોબલ કોલબરેશન્સમાં પણ સક્રિય છે.ઓસ્કર સમારોહને હવે થોડા જ દિવસોની વાર છે, ત્યારે પ્રિયંકા ચોપરા જોનાસનું પ્રેઝેન્ટર તરીકેનું સ્થાન આ પ્રતિષ્ઠિત સમારોહમાં ભારતીય હાજરીને વધુ મજબૂત બનાવે છે અને ભારત તેમજ વિશ્વભરના ચાહકોનું ધ્યાન આકર્ષે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.