Western Times News

Gujarati News

આદિત્ય રોય કપૂરની આગામી ફિલ્મ કરણ જોહર સાથેની હશે

મુંબઈ, આદિત્ય રોય કપૂર લાંબા સમયથી રૂપેરી પડદાથી દૂર રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મો બોક્સઓફિસ પર ફ્લોપ ગઇ હોવા પછી તેનું નામ કોઇ ફિલ્મ સાથે જોડાયેલું નહોતું.

પરંતુ હવે અભિનેતાને લઇને એક રિપોર્ટ છે કે, તેની આગામી ફિલ્મ કરણ જોહર સાથેની હશે. જેમાં તે એક નવા જ અવતારમાં જોવા મળશે.આ ફિલ્મ એક કોમેડી હોવાનું કહેવાય છે. જેમાં રમુજી ડાયલોગ, મજેદાર પરફોર્મન્સ અને થોડી મારામારી તેમજ હિંસા પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન નવોદિત દિગ્દર્શક ોલિન ડી કુન્હા કરશે.

તેની આ પહેલી ફીચર ફિલ્મ હશે.આ ફિલ્મની વાર્તા તેમજ અન્ય કાસ્ટની માહિતી આપવામાં આવી નથી. હાલ આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ ચાલી રહ્યું છે. ભૂતકાળમાં આદિત્ય રોય કપૂર અને કરણ જોહરે યે જવાની હૈ દીવાની.ઓકે જાનુ ફિલ્મોમાં કામ કર્યું હતુ.ં તેની અને ધર્મા પ્રોડકશનની આ ચોથી ફિલ્મ સાથે હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.