Western Times News

Gujarati News

ગુજરાત બાર કાઉન્સિલના જુના જોગીઓ પણ મેદાન મારશે ?! સરસાઈ ઓછી હશે કે હારશે ?! તેની અટકળો તેજ થઈ છે ?!

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના વ્યવસ્થા તંત્રમાં સગવડોના અભાવ વચ્ચે ગેરવ્યવસ્થાનો મુદ્દો ઉઠાવતા – વિનોદચંદ્ર દિક્ષિત ?!

જે. જે. પટેલ ૩૦૦૦ થી ૫૦૦૦ એકડા સાથે જીતશે ?! કાઉન્ટ ડાઉન્ટ શરૂ ?! -જુના જોગીઓની હાર-જીત કર્તવ્ય કર્મ પર નિર્ભર છે ?!

“વકીલો માટે પાણી પીવાની વ્યવસ્થા પણ નહોતી”! ગુજરાત બાર કાઉન્સિલે રૂ. ૧ લાખ ૨૫ હજાર ફી કર્યા પછી પણ વકીલોને પાણી ના આપ્યું ?!

તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની યોજાયેલ ચૂંટણીની છે ! અમદાવાદ શહેરની ગુજરાત યુનિર્વિસટીમાં આવેલ અટલ કલામ ના પટાંગણની છે ! જેમાં શ્રી જે. જે. પટેલ, નોટરી અને એડવોકેટ શ્રી ઓમપ્રકાશ સાંખલા અને શ્રી જે. જે. પટેલના ટેકેદારો મતદાન મથક પર વકીલોનો સંપર્ક કરી મત માંગી રહ્યાં છે ! આ તેમની ટીમની વિનમ્રતા અને વકીલોના પાયાના કાર્યકર તરીકેનો અહેસાસ કરાવ્યો હતો ! તેની આ બોલતી તસ્વીર છે !

બીજી તસ્વીર વકીલો મતદાન કરવા આવતા ઘસારો થતાં અવ્યવસ્થા સર્જાઈ હતી તેની છે ! જયારે છેલ્લી તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલમાં અભૂતપૂર્વ પ્રચાર કરી જીત મેળવવાની સંભાવના છે ! એવા ઉમેદવારોની છે ! જેમાં ડાબી બાજુની તસ્વીર શ્રી પરેશભાઈ જાની, બીજી તસ્વીર શ્રી પરેશભાઈ વાઘેલાની છે ! ત્રીજી તસ્વીર જીગ્નેશભાઈ પટેલની છે ! ચોથી તસ્વીર શ્રી મનીષાબેન પરીખની છે !

પાંચમી તસ્વીર શ્રીમતી વૈશાલીબેન ભટ્ટની છે ! છઠ્ઠી તસ્વીર શ્રી ભરતભાઈ ભગતની છે ! સાતમી તસ્વીર શ્રી અનિલભાઈ કેલ્લાની છે ! અને આઠમી તસ્વીર આફતાબભાઈ અન્સારીની છે ! જેઓની જીતવાની સંભાવના છે ! કારણ કે આખરી તબકકામાં પ્રચારનો ચક્રવ્યુહ અનોખો હતો જે કામિયાબ થશે તો જીતશે ?! બાકી તો વકીલોની સુઝ અને સમજ ઉપર તેમની હાર જીતનો મદાર છે ?????!!!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

અમેરિકન ઈન્ટરનેટ ક્ષેત્રના જાણીતા ઉદ્યોગપતિ અને લેખક માર્ક બેનિઓફ કહે છે કે, “યોગ્ય કર્મચારીની પરસંદગીનું રહસ્ય ઃ જે લોકો દુનિયા બદલવા માંગતા હોય એમની શોધ કરો”!! જયારે અમેરિકન વૈજ્ઞાનિક જે. રોબર્ટ ઓપન હેમર કહે છે કે, “કુદરતના વિશ્વમાં કશું જ ગોપનીય નથી, એ તો માણસના વિચારો જ છે જેને કોઈ કળી શકતું નથી”!! માનવ જાતની ગુણવત્તા સુધારવાનો સમય આવ્યો છે ! કારણ કે દુનિયામાં માનવી હવે ફકત પોતાની માટે જીવે છે !

સત્તા માટે જીવે છે ! અથવા પૈસા માટે જીવે છે ! તમે કોઈપણ ક્ષેત્રના નેતાઓ જુઓ આજ કામ કરે છે ?! પરિણામે સમગ્ર વિશ્વના લોકો ગંભીર સમસ્યાઓનો અને પડકારો વચ્ચે જીવે છે ! છતાં માનવી સુધરતો નથી ! આ બ્રહ્માંડ ઈશ્વર સર્જીત છે ! કર્તવ્ય કર્મ એ ધર્મ છે ! મૂલ્યનિષ્ઠા, માનવતા અને સંવેદનશીલતાથી પૃથ્વીને જીવવા લાયક બનાવવી કોઈને ભાવના નથી ! આવું જ વકીલાતના વ્યવસાયમાં જોવાય છે !

જે.જે. પટેલ ચેરમેન (ગુજરાત બાર કાઉન્સિલ)

વકીલોની માતૃ સંસ્થા ગુજરાત બાર કાઉન્સિલ છે ! તેમાં વિદ્વાન, શ્રેષ્ઠ, આદર્શવાદી, અદ્દભૂત સેવાભાવી વકીલ ઉમેદવારોને ચૂંટવા નથી ! ન્યાય ક્ષેત્રના અને વકીલાતના વ્યવસાયિક ક્ષેત્રના પ્રશ્નો હલ કઈ રીતે થશે ?! અમદાવાદ શહેરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી સમયે સર્જાયેલી અવ્યવસ્થા અને આયોજનમાં કથિત ખામી આજ માનસિકતાનો ભાગ છે કે શું ?!

અમદાવાદ શહેરમાં યોજાયેલ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં વકીલોને પડેલી મુશ્કેલીનો આર્તનાદ રજૂ કરતા ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ સભ્ય અને અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ શ્રી વિનોદચંદ્ર દિક્ષીત કહે છે કે, આયોજનમાં અભૂતપૂર્વક ખામી કઈ રીતે રહી ગઈ ?!

બ્રિટીસ વડાપ્રધાન શ્રી વિન્સ્ટન ચર્ચિલ કહે છે કે, “ઉત્તરદાયિત્વ એ મહાનતા માટે ચૂકવવી પડતી કિંમત છે”!! ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ સભ્ય અને અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ અને જાણીતા વરિષ્ઠ ધારાશાસ્ત્રીશ્રી જેમણે વકીલાતના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે એવા પ્રખર ગાંધીવાદી વકીલ નેતા શ્રી વિનોદચંદ્ર દિક્ષીતે ગુજરાત યુનિર્વિસટીના અટલ કલામ કન્વેશન હોલ ખાતે ગુજરાત બાર કાઉન્સિલની યોજાયેલ ચૂંટણીને અવ્યવસ્થાનો અભૂતપૂર્વ અખાડો અને શરમજનક આયોજન ગણાવી આકરી ટીકા કરી છે !!

ભુનેશભાઈ રૂપેરા (પૂર્વ કારોબારી સભ્ય હાઈકોર્ટ બાર)

વેસ્ટર્ન ટાઈમ્સ સાથે રજુઆત કરતા શ્રી વિનોદચંદ્ર દિક્ષીતે જણાવ્યું હતું કે, આટલી ગરમીમાં વકીલો ભર તડકે તપી રહ્યાં હતાં ! પરંતુ કોઈ મંડપ બાંધવામાં આવ્યો ન હતો ! વકીલો માટે પાણીની વ્યવસ્થા નહોતી ! વયોવૃધ્ધ મહિલા વકીલો પણ તકલીફમાં મુકાઈ ગયા હતાં ! ઘણાં બંધા સિનીયર વકીલો મતદાન કર્યા વગર પરત ફર્યા હતાં !

શ્રી વિનોદચંદ્ર દિક્ષીત કહે છે કે, અમને કેટલાક વકીલોએ પાછલા બારણેથી લઈ ગયા ત્યારે માંડ, માંડ મતદાન કરી શકયા ?! શ્રી વિનોદચંદ્ર દિક્ષીણે કહ્યું હતું કે, “વકીલો માટે પાણી પીવાની વ્યવસ્થા પણ નહોતી”! ગુજરાત બાર કાઉન્સિલે રૂ. ૧ લાખ ૨૫ હજાર ફી કર્યા પછી પણ વકીલોને પાણી ના આપ્યું ?! આ તે ગરમીમાં કેવું આયોજન હતું ?!

આગલા દિવસે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે આ બે મુદ્દા પર ધ્યાન આપી ચૂંટણી કમિશ્નરશ્રીને સઝેશન ના કર્યા ?! અનુભવી ચૂંટણી કમિશ્નરોને પણ આ ના સુજયું ?! વકીલોને જવા માટેનો પ્રવેશ દ્વાર પણ ખામીયુકત હતો ! શ્રી વિનોદચંદ્રભાઈ દિક્ષીતે કહ્યું કે, “આ વખતે બેલેટ પેપર એટલું ઝીણા અક્ષરે છપાયું હતું કે, વકીલોએ ૧ થી ૨૩ મત ભાગ્યે જ આપ્યા હશે ?!”

ત્યારે પરિણામ પણ આશ્ચર્યજનક રહેશે એવું લાગેછે ! અગાઉ જે પ્રતિભાશાળી, સુવિખ્યાત વકીલ ઉમેદવારો ઉભા રહેતા હતાં તેઓ હવે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ઉભા જ નથી રહેતાં !

વિનોદચંદ્ર દિક્ષીત
(પૂર્વ સભ્ય ગુજ. બા.કા.)

વિનોદચંદ્ર દિક્ષીત કહે છે કે, ચૂંટણી સમયે એટલો ઘસારો હતો ને ટેબલો અંદર ઓછા હતાં એટલે આઈ.ડી. પ્રુફ જાણે જોવા ખાતર ઉતાવળે જોવાતા હતાં ! પણ તેની ગંભીર ચકાસણી થતી જોવા નહોતી મળતી ! ઉપર છલ્લી રીતે નંબર જોઈ ઝડપથી બેલેટ પેપર આપી દેવાતા હતાં ! કાઉન્ટર વધારે રાખવાની જરૂર હતી ! જેથી આવી ભીડ ન થાય આવું આયોજન કેમ હતું ?! એ પણ સમજાતું નથી ?! આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉભા રહ્યાં છતાં મતદાન ૬૦% સુધી ગયું નહીં ?!

તેનું આત્મમંથન અને ચિંતન દરેક ઉમેદવારોએ કરવું જોઈએ ! ટૂંકમાં આટલા વર્ષાેની ચૂંટણીમાં પહેલી વાર આયોજન ખામીયુકત જોવા મળ્યું ?! એવું શ્રી વિનોદચંદ્ર દિક્ષીતને લાગ્યું છે ! પરંતુ આવું લગભગ દરેક વકીલ મિત્રોનેલાગ્યું હોય એવું જણાતું હતું ! વેસ્ટર્ન ટાઈમ્સ સમક્ષ અનેક વકીલોએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે !!

હાઈકોર્ટ બારના જાણીતા એડવોકેટ શ્રી ભુનેશભાઈ રૂપેરા કહે છે કે, ગ્રામિણ કોર્ટાેના નાના નાના બારમાં સ્થાનિક લેવલે મતદાન મથક હોય તો અમદાવાદ શહેરમાં કોર્ટ પ્રમાણે ચૂંટણી બુથ રાખીને વકીલોને શા માટે મતદાન સરળ બનાવાતું નથી ?!

ગુજરાત હાઈકોર્ટ બારના પૂર્વ કારોબારી સભ્ય અને જાણીતા વિદ્વાન એડવોકેટ શ્રી ભુનેશભાઈ સી. રૂપેરાએ અમદાવાદ શહેરના વકીલોની તકલીફોનો આત્મસાદ કરીને વકીલોને દુર, દુર મતદાન કરવા જવું પડે છે ! ને પરેશાન થાય છે ! આ જોતાં શ્રી ભુનેશભાઈ સી. રૂપેરા કહે છે કે, “ગામડાઓની કોર્ટાેમાં નાના નાના બાર હોય છે,

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના મતદાન કેન્દ્રો ત્યાં જ સ્થાનિક લેવલે રખાય છે ! તો પછી અમદાવાદ શહેરમાં આવેલી અનેક કોર્ટાેના મતદાન કેન્દ્રો જે તે કોર્ટમાં કડક બંદોબસ્ત વચ્ચે કરવા જોઈએ ! જેથી સીનીયર વયોવૃધ્ધ વકીલોને તકલીફ ના પડે, મહિલા વકીલોને ગરમીમાં દોડાદોડી ન કરવી પડે અને મતદાન વધુને વધુ સરળતાથી થઈ શકે માટે ગુજરાત બાર કાઉÂન્સલે અને ચૂંટણીના સંચાલકોએ આ મુદ્દો ગંભીરતાપૂર્વક લઈ વકીલોને સમસ્યાઓને હલ કરવી જોઈએ”!! એવું શ્રી ભુનેશભાઈ રૂપેરાનું વિધેયાત્મક સૂચન છે !!

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે ?! કે પછી રાજ્યસભામાં જઈ કેન્દ્ર સરકારમાં નેતૃત્વ કરશે ?!
અમેરિકન મહિલા વૈજ્ઞાનિક રાકેલ કાર્સન કહે છે કે, “મેં અત્યાર સુધીમાં શું કરી નાંખ્યું છે એમાં નહીં હવે હું શું કરવાની છું એમાં મને વધુ રસ છે”!!

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે પોતાના હોદ્દાને ન્યાય આપ્યો છે ! વકીલ આલમ માટે ૩૪ કરોડ ૫૦ લાખ જેવી માતબર રકમ મેળવીને ગુજરાત બાર કાઉન્સિલમાં ભા.જ.પ. લીગલ સેલની તાકાત મજબુત કરી છે ! અને આ સમરસ જુથને વધુ બેઠકો મળે તે માટે ઘડેલી રણનિતિ કામિયાબ થશે એવા સંકેતો મળે છે !!

ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર શ્રી જે. જે. પટેલ કેટલા એકડાથી જીતશે ?! એની ચર્ચાએ જોર પકડયું છે ! જેમાં એક રસપ્રદ ગણિત ચર્ચાઈ રહ્યું છે ! જેમાં શ્રી જે. જે. પટેલે ચેરમેન તરીકે ૧૧૩૦૦ જેટલા નવા વકીલોને સનદ આપી છે !

૯૦૦૦ જેટલા વકીલોને તેમના કાર્યકાળ દરમ્યાન નોટરીઓ બનાવાયા છે ! અને દરેક જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમના લોકોના પ્રશ્નો સાંભળ્યા છે ! તે જોતાં એવું લાગે છે કે, શ્રી જે. જે. પટેલને ૩૦૦૦ થી ૫૦૦૦ એકડા મળવાની સંભાવના છે ! શ્રી જે. જે. પટેલ જીત્યા પછી ફરી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન પદ સંભાળી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ચેરમેન બનશે અને તેઓ ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે પ્રથમ એવી વ્યક્તિ છે જે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ગુજરાતનો ગૌરવવંતો ઈતિહાસ લખશે !

તો કેટલાક એવું પણ અનુમાન કરે છે કે, શ્રી જે. જે. પટેલ એક તબકકે રાજ્યસભામાંથી સીધા કેન્દ્રના મીનીસ્ટર પદ સંભાળે તો નવાઈ નહીં ?! પરંતુ મહત્વની વાત એ છે કે, ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં શ્રી જે. જે. પટેલ હાઈકોર્ટની દરેક ચેમ્બરમાં ગયા છે ! અમદાવાદ બારમાં દરેક વકીલોને મળ્યા છે ! અને ફોજદારી અને ડીસ્ટ્રીકટ બાર તેમજ સમગ્ર ગુજરાતના વકીલોનો સંપર્ક કરનાર પણ તેઓ પ્રથમ ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન હશે !!

ચૂંટણીના આખરી તબકકામાં શ્રી જે. જે. પટેલની આંગળી પકડીને આગળ આવેલા બાર કાઉન્સિલના ચતુર સભ્યોએ શ્રી જે. જે. પટેલની મત બેંક તોડવા વ્યુહાત્મક ખેલ પાડયો હતો જેમાં કેટલાક ફુટયા હતાં અને કેટલાકે સ્પષ્ટ ના પાડી શ્રી જે. જે. પટેલનું સમર્થન કર્યું હતું એ અત્રે નોંધનીય છે !!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.