Western Times News

Gujarati News

રસનાએ તેની નવી પ્રોડક્ટ રસના ન્યુટ્રી પ્લસ લોન્ચ કરી

  • રકુલ પ્રીત સિંહ અને અરીઝ ખંભાતા એક ડિજિટલ કેમ્પેઇન ચલાવી રહ્યા છે, જેમાં તમામ ઉંમરના લોકોને આનંદમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે

 

  • પોતાના નવા અને વધુ સારા રસના ન્યુટ્રી+ સાથે, કંપની 15-20 ટકાના સીએજીઆર (કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ) પર વૃદ્ધિ કરવાની અપેક્ષા રાખે છે

નવી દિલ્હી, 12 માર્ચ, 2026: ભારતની જાણીતી અને લોકપ્રિય બેવરેજ બ્રાન્ડ, રસનાએ ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને તેની નવી પ્રોડક્ટ રસના ન્યુટ્રી+ (Rasna Nutri+) લોન્ચ કરી છે. આ પોષક તત્વોથી ભરપૂર પાવડર કન્સન્ટ્રેટ ડ્રિંક રસનાની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ દ્વારા આધુનિક ભારતીય પરિવારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ બનાવવામાં આવ્યું છે.

આ નવા ડ્રિંકમાં રસનાનો એ જ જાણીતો અને પસંદગીનો સ્વાદ યથાવત રાખવામાં આવ્યો છે, જેને વર્ષોથી લોકો પસંદ કરતા રહ્યા છે. સાથે સાથે તેમાં જરૂરી પોષક તત્વો પણ ઉમેરવામાં આવ્યા છે. તેનો ઉદ્દેશ્ય છે કે લોકોને સ્વાદિષ્ટ પીણાંનો આનંદ લેવા સાથે શરીર માટે જરૂરી પોષણ પણ મળે, જેનાથી તે બાળકો અને પરિવારના બધા જ સભ્યો માટે એક વધુ સારો અને આરોગ્યપ્રદ વિકલ્પ બની શકે.

કન્સન્ટ્રેટ ડ્રિંક માર્કેટમાં 70 ટકાથી વધુ બજારહિસ્સા સાથે, રસના હવે તેની મજબૂત સ્થિતિને વધુ વિસ્તારવા માટેની તૈયારી કરી રહી છે. કંપનીનું લક્ષ્ય છે કે તે આગામી સમયમાં ઉદ્યોગના એકંદર વિકાસ દર કરતાં 15-20 ટકા વધુ ઝડપી વૃદ્ધિ હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, રસનાએ મોટા પાયે માર્કેટિંગની યોજના અમલમાં મૂકી છે અને તેના વિતરણ નેટવર્કને મજબૂત બનાવ્યું છે. નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં તેની પ્રોડક્ટ્સની પહોંચ વધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, કારણ કે આ કન્સન્ટ્રેટેડ ડ્રિંક્સ માટે સૌથી મોટા બજારો છે. આ વ્યૂહરચના દ્વારા, કંપનીનો ઉદ્દેશ્ય તેની પ્રોડક્ટ્સ સુધી વધુ પહોંચ પૂરી પાડવાનો અને રસનાની બજારમાં હાજરીને વધુ મજબૂત બનાવવાનો છે.

રસનાના ગ્રુપ ચેરમેન પીરુઝ ખંભાતાએ જણાવ્યું હતું કે આજના ગ્રાહકો હવે સ્વાદ અને સ્વાસ્થ્ય વચ્ચે પસંદગી કરવા માંગતા નથી અને રસનાની નવી પ્રોડક્ટ રસના ન્યુટ્રી+, બંને વચ્ચે સંતુલન જાળવે છે. તેમણે ઉમેર્યું હતું કે તેમને ગર્વ છે કે રસના આજે પણ “મેક ઇન ઈન્ડિયા”ની ફિલોસોફીને આગળ ધપાવનારી બ્રાન્ડ બની રહી છે. કંપની તેની પ્રોડક્ટ્સમાં ફક્ત ભારતીય ઉગાડવામાં આવતા ફળોનો ઉપયોગ કરે છે, જેથી ખેડૂતોને તેમના પાક માટે વધુ સારા અને ઊંચા ભાવ મળી શકે. આ પહેલ ખેડૂતોની આવક વધારવાના ધ્યેય સાથે પણ જોડાયેલી છે.

રસના દેશના વિવિધ ભાગોમાં ખેડૂતો સાથે  મળીને ફળો ખરીદે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કે ઘણી કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ માટેનું મટિરિયલ વિદેશથી આયાત કરે છે, જ્યારે રસના સંપૂર્ણપણે ભારતીય બ્રાન્ડ છે અને ગર્વથી વિશ્વના 60થી વધુ દેશોમાં તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.

ઉપરાંત, તેમણે એ વાતનો આનંદ પણ વ્યક્ત કર્યો કે આ નવા કેમ્પેઇનમાં તેમનો પુત્ર અરીઝ પણ રસના બોય તરીકે સામેલ થઈને આ બ્રાન્ડનો આનંદ ફેલાવવાનો હિસ્સો બની રહ્યો છે.

બ્રાન્ડ એમ્બેસેડર રકુલ પ્રીત સિંહે જણાવ્યું હતું કે રસના એક એવી બ્રાન્ડ છે જે ઘણા લોકોને તેમના બાળપણની યાદ અપાવે છે. તેને જોઈને ઉનાળાની રજાઓ અને ઘરે વિતાવેલા આનંદભર્યા સમયની યાદો તાજી થઈ જાય છે. તેમણે ઉમેર્યું હતું કે રસના ન્યુટ્રી+ ની અનોખી વિશેષતા એ છે કે તે એ જ જૂનો, પ્રિય સ્વાદ જાળવી રાખે છે જે લોકો બાળપણથી જ પ્રેમ કરતા આવ્યા છે,

પરંતુ હવે તેમાં વધારાનું પોષણ પણ ઉમેરવામાં આવ્યું છે. તેમના મતે, આજના પરિવારો એવા પીણાં ઇચ્છે છે જે સ્વાદિષ્ટ અને સ્વસ્થ બંને હોય. તેમણે એવી બ્રાન્ડ સાથે જોડાવાનો આનંદ વ્યક્ત કર્યો જે સ્વાદ અને પોષણ બંને લાવવા માટે કામ કરી રહી છે.

ડિજિટલ અન ટ્રેડિશનલ એરવેવ્સ પર પોતાનો દબદબોઃ રસના તેના 70 ટકા બજાર હિસ્સાને વધુ મજબૂત બનાવવા માટે આક્રમક ‘ડિજિટલ-ફર્સ્ટ’ વ્યૂહરચના અપનાવી રહી છે:

  • આઈપીએલઃ રસના તેના સમર કેમ્પેઇનને દેશભરમાં મોટી સંખ્યામાં લોકો સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે. કંપની ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ દરમિયાન તેની જાહેરાતો લાઇવ પ્રસારિત કરશે. આ મેચો ટેલિવિઝન પર પ્રસારિત થાય છે અને દેશભરમાં કરોડો લોકો જુએ છે, જેનાથી કંપનીને મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવાની તક મળે છે. આ વ્યૂહરચના દ્વારા, રસનાનો ઉદ્દેશ્ય તેની બ્રાન્ડ અને નવી પ્રોડક્ટ પ્રત્યે જાગૃતિ વધારવાનો છે, જેથી લોકો તેને ઓળખવામાં સરળતા રહે અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેની લોકપ્રિયતા વધે.
  • ઇન્ફ્લુએન્સર પાવર: રસના તેના ન્યુટ્રી+ અને પ્રેંક કેમ્પેઇન દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો ઉપયોગ કરીને વિશાળ જનસમુદાય સુધી પહોંચી રહી છે. કંપનીએ 50 થી વધુ લોકપ્રિય અને પ્રભાવશાળી ઇન્ફ્લુએન્સર્સ સાથે ભાગીદારી કરી છે જેમના સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં ફોલોઅર્સ છે. આ ઇન્ફ્લુએન્સર્સ કેમ્પેઇનને લોકો સુધી પહોંચાડશે, તેમની વૈવિધ્યસભર અને આકર્ષક કન્ટેન્ટ દ્વારા તેની પહોંચ અને જોડાણ વધારશે. તેમના વીડિયોઝ અને પોસ્ટ્સ કેમ્પેઇન વિશેની વાત વ્યાપક જનસમુદાય સુધી પહોંચાડવામાં મદદ કરશે. રસનાનો ઉદ્દેશ્ય ડિજિટલ પ્લેટફોર્મ પર મનોરંજક અને આકર્ષક કન્ટેન્ટ દ્વારા બ્રાન્ડ ઓળખ વધારવા અને વધુ ભાગીદારી લાવવાનો છે.
  • ઓમ્નિચેનલ હાજરી: આ કેમ્પેઇનની પહોંચને મહત્તમ બનાવવા માટે, રસનાએ ઓમ્નિચેનલ વ્યૂહરચના અપનાવી છે. આમાં યુટ્યુબ અને મેટા પ્લેટફોર્મ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ પ્રોગ્રામેટિક ડિજિટલ પ્લેટફોર્મ પર પણ  મોટાપાયે પ્રચાર કરવામાં આવશે. આ ઉપરાંત, બાળકોની ટીવી ચેનલો અને પરંપરાગત ટેલિવિઝન પર વ્યાપક જાહેરાતો બતાવવામાં આવશે. આ વિવિધ સ્તરની પ્રમોશનલ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રાન્ડની પહોંચને મજબૂત બનાવવાનો છે, ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં, જેથી વધુ લોકો રસનાની નવી પ્રોડક્ટ અને આ કેમ્પેઇન વિશે જાણી શકે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.