Western Times News

Gujarati News

યુપીમાં જૈશ-એ-મોહમ્મદ જેવી ટ્રેનિંગ, વકીલ સહિત ૬ પકડાયાં

ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ખૂંખાર આતંકવાદી બનવા તાલીમ લઈ રહેલા ૬ સ્થાનિકોને પોલીસે ઝડપી લીધા છે. કુખ્યાત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પાસેથી ટ્રેનિંગ લઈ રહેલા આ સંગઠનનો વડો માત્ર ૨૦ વર્ષનો સાવેજ છે.

સાવેજે પોતાના જૂથમાં એક વકીલ અને વકીલાતના વિદ્યાર્થી ઉપરાંત બે શ્રમિકોને પણ સામેલ કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારના નાહલ ગામમાં દરોડો પાડી આરોપીઓને ઝડપી લેવાયા છે. આરોપીઓ પાસેથી એક મોબાઈલ, પ્રતિબંધિત સંગઠનોના વીડિયો, લિન્ક વગેરે મળી આવ્યા છે.

નાહલમાં રહેતો સાવેજ અબ્દુલ કાદિર અન્ય કેટલાક લોકો સાથે મળી દેશ વિરોધી પ્રવૃત્તિઓ આચરી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સાવેજ ઉપરાંત જુનૈદ સલીમ (ઉ.વ.૨૩), ફરદીન મુનસફ (ઉ.વ. ૨૨) ઈકરામ અલી ઈન્શાદ અલી (ઉ.વ. ૩૬) ફજરુ દફેદાર (ઉ.વ. ૪૮) મો. જાવેદ અખલાખ (ઉ.વ. ૪૫)નો સમાવેશ થાય છ. તમામ આરોપીઓ નાહલ ગામના જ રહેવાસી છે. આરોપી ઈકરામ અલીની મા સાહિદા મૂળે બાંગ્લાદેશી છે.

અન્ય આરોપીઓએ પોતાનો વડો સાવેજ ઉર્ફે જેહાદી હોવાનું સ્વીકાર્યું છે. સાવેજ પોતાના આતંકી જૂથમાં અન્ય સ્થાનિકોને સમાવવાની પેરવીમાં હતો અને તે લોકોને ભડકાવવા પ્રયાસ કરી રહ્યો છે. સાવેજના તાર ભારતમાં અન્ય સ્થળે જોડાયેલા હોવાની આશંકા છે. પોલીસે બીએનએસ તથા યુએપીએની કલમો હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.