Western Times News

Gujarati News

અહાન પાંડેને એક્શન મૂવી કર્ણ સહિત બે ફિલ્મોની ઓફર

મુંબઈ, ‘સૈયારા’ની સફળતા પછી જેમ અનીત પડ્ડાને નવી નવી ફિલ્મોની ઓફર મળી રહી હોવાના દાવા થાય છે તેવું જ અહાન પાંડેની બાબતમાં પણ બની રહ્યું છે. હવે એવી વાત ચર્ચાઈ રહી છે કે અહાનને આનંદ એલ રાય તથા રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ પણ ફિલ્મોની ઓફર આપી છે.

અહાન પાંડેને આનંદ એલ રાયની ફિલ્મનો વિષય પસંદ પડયો છે. જોકે તે પૂરી સ્ક્રિપ્ટ વાંચ્યા પછી જ નિર્ણય લેશે. રાકેશ ઓમ પ્રકાશ મહેરા એક્શન ફિલ્મ ‘કર્ણ’ બનાવી રહ્યા છે. તેમણે પણ અહાનને ઓફર કરી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે અહાને હજુ સાતત્યપૂર્ણ સફળતા મેળવવાની બાકી છે. અત્યારે તેના નામે એક જ ફિલ્મ ‘સૈયારા’ની સફળતા બોલે છે. બોલિવુડમાં અગાઉ કુમાર ગૌરવ સહિતના અનેક હિરો પહેલી ફિલ્મની સફળતા પછી ખોવાઈ ગયાના દાખલા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.