Western Times News

Gujarati News

દુબઈમાં પ્રવાસીઓની બુકિંગમાં ઘટાડો: લકઝરી હોટલો 50% ડિસ્કાઉન્ટમાં મળી રહી છે

એક સમયે ખાણી-પીણી અને શોપિંગ નાઈટ લાઈફથી ધમધમતુ શહેર

(એજન્સી)દુબઈ, મધય પૂર્વના ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવની સીધી અસર હવે દુબઈના પ્રવાસન ઉધોગ પર પડી રહી છે. સુરક્ષા અને વધતી ચિતા અને પ્રવાસ યોજનાઓ રદ થવાને કારણે દુબઈના હોટેલોમાં બુકિગમાં મોટો ઘટાડો થયો છે. પરીણામે હોટેલ્સના રૂમના દરોમાં પણ નોધપાત્ર ઘટાડો નોધાયો છે.

અને અનેકવૈભવી હોટેલો હવે પહેલાં કરતાં ઘણી ઓછી કિમતે રૂમ ઓફર કરી રહયા છે. માહિતી મુજબ મધ્ય પુર્વમાં વધતા સૈન્ય અને સુરક્ષા જોખમીને કારણે ઘણા પ્રવાસીઓને દુબઈની મુસાફરી મુલતવી રાખી છે. અથવા પોતાની બુકીગ રદ કરી દીધી છે. આ સ્થિતીમાં કારણે શહેરના હોટેલોમાં રહેઠાણોને દર ઝડપથી ઘટયો છ.ે
કેટલાક ઉધોગ નિષ્ણાતો અનુસાર હોટેલની ઓકયુપન્સી દર ખુબ ઓછો થઈ ગયો છે. અને કેટલીક જગ્યાએ તે એક એક સુધી પહોચવાની શકયતા વ્યકત કરવામા આવી રહી છે.

પ્રવાસીઓની આવક ઘટતાં હોટેલો હવે ગ્રાહકોને આકર્ષવા માટે રૂમના દરોમાં ભારે ઘટાડો કરી રહયા છે. સામાન્ય રીતે ખુબ મોઘા ગણાતા વૈભાવી હોટલોમાં પણ હવે અગાઉની તુલનામાં ઘણી ઓછી કિમતે રૂમ ઉપલબ્ધ થઈ રહયા છે. કેટલાક સ્થળોએ અગાઉ રાત્રી દીઠ ખુબ ઉચી કિમત ધરાવતા રૂમ હવે નોધપાત્ર ડીસ્કાઉટ સાથે આપવામાં આવી રહયા છે.

પરીસ્થિતી વાકેફ અન્ય એક વ્યકિતને જણાવ્યું હતુંકે સરેરાશ દૈનિક દરોમાં અઠવાડીયા- દર અઠવાડીયે પ૦%નો ઘટાડો થયો છે. નવી રોકાણ અને જમવાની ઓફર મુજબ લકઝરી રીસોર્ટ ફાઈલ પામ બુમેરાહમાં લકઝરી રૂમ પ્રતી વ્યકિત અઉઉ ૩૪૯થી ઉપલબ્ધ છે. જેમાં સમગ્ર રૂમનો ચાર્જ સમય રિસોર્ટમાં ડાઈનીગ પીણાં અને સ્પાના અનુભવો માટે રીડીમ કરી શકાય છે.

ઉધોગના આંતરીક સુત્રોએ જણાવ્યું હતું કે રીસોર્ટમાં લકઝરી રૂમની કિમત સામાન્ય રીતે એઈડી ૧૦૦૦ થી વધુ હોય છે. એક લોકપ્રીય ટ્રાવેલ પોર્ટલ પર પ્રકાશીત દરો મુજબ ૧૧ માર્ચના રોજ રોકાણ માટે તાજ જુમેહરા લેકસ ટાવર્સમાં એક રૂમ ૩ર૧૬માં ઉપલબ્ધ છે. જયારે સાંગરી- લા દુબઈમાં એક રૂમ રૂ.૧૩,૭૩૮માં ઉપલબ્ધ છ.ે તેજ તારીખ માટે તાજ દુબઈમાં એક રૂમ.રૂ.૧ર,૪૮૯ માં ઉપલબ્ધ છે.

જયારે જુમેરાહમાં લેમન ટ્રી હોટેલમાં એક રૂમ રૂ.પર૯રમાં ઉપલબ્ધ હતો. દુબઈમાં હોટલના પ્રદર્શ્ન માટે ફેબ્રુઆરી સામાન્ય રીતે સારો મહિનો હોય છે. પરંતુ ગયા વર્ષની સરખામણીમાં છેલ્લા છ મહીનામાં કેટલાક ઉપયોગમાં ઉપલબ્ધ રૂમ દીઠ આવકમાં રપ% સુધીનો ઘટાડો થયો છ.

જેના પરીણામે મહીના માટે ઉપલબ્ધ રૂમ દીઠ કુલ આવક રૂ.૪% ઓછી થઈ છે. પ્રવાસન ઉધોગ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ હાલની પરીસ્થિતી લાંબી ચાલે તો તેની અસર માત્ર હોટેલ ઉધોગ પૂરતી મર્યાદીત નહી રહે. એરલાઈન, પ્રવાસ એજન્સીઓ મનોરંજન ઉધોગ અને અન્ય સેવા ક્ષેત્રો પર પણ તેનો નકારાત્મક પ્રભાવ પડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.