Western Times News

Gujarati News

રાજકોટ એઈમ્સ ઇન્ટર્ન ડોક્ટર આપઘાત કેસમાં પાંચ સહપાઠી છાત્રોની ધરપકડ

રાજકોટ, રાજકોટ સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં એમ.બી.બી.એસ.ના ઇન્ટર્ન તબીબના આપઘાત મામલે પોલીસની તપાસમાં નવો વળાંક સામે આવ્યો છે. અભ્યાસ કરતા સહપાઠી પાંચ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક ત્રાસના કારણે જ યુવાને જીવન ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે.

આ પ્રકરણમાં પોલીસે પાંચેય વિદ્યાર્થીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.રાજકોટ એસ.સી., એસ.ટી. સેલના એ.સી.પી. ચિંતન પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, એઇમ્સ હોસ્પિટલના ઇન્ટર્ન તબીબ અને એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થી રતનકુમાર મોહનલાલ મેઘવાલે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ મળી આવી છે.

જેમાં મૃતકે તેમની સાથે અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યાે છે. પોલીસે પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, યુવરાજ ચૌધરી, નિર્વિÎનમ યાદવ અને આયુષ યાદવની ધરપકડ કરી છે. સુસાઈડ નોટમાં એક મહિલા મિત્રનો પણ ઉલ્લેખ છે, જે મૃતક અને આરોપીઓ બંનેના મિત્ર હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં વધુમાં બહાર આવ્યું છે કે, મૃતક યુવાને અગાઉ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યાે હતો અને મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી. ગત ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યાે હતો. જોકે ત્યારે તેમને બચાવી લેવાયા હતા.

બાદમાં ૧૩ માર્ચ, ૨૦૨૬ના રોજ રાજસ્થાનથી રાજકોટ આવ્યાના બીજા દિવસે, એટલે કે ૧૪ માર્ચના વહેલી સવારે ફરી ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું હતું.મૃતક રતન મેઘવાલે આપઘાત પૂર્વે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ૧૮ પેજની સુસાઈડ નોટ મૂકી હતી.

જેમાં તેમણે ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બોયઝ હોસ્ટેલના રૂમ નંબર ૨૦૩માં પાંચ વિદ્યાર્થીઓ દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો અને માનસિક રીતે તોડી પાડવા માટે વીડિયો તેમજ ઓડિયો રેકો‹ડગ કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યાે છે. સાથે જ મૃતકે સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર મામલે યુવતીની કોઈ ભૂલ નથી. મૃતકે પોતાના પત્રમાં આ પાંચ વિદ્યાર્થીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માંગ કરી છે, જેથી ડિલીટ કરેલા વીડિયો અને પુરાવા મળી શકે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.