Western Times News

Gujarati News

ઈરાન પર અમેરિકાએ ૫૦૦૦ પાઉન્ડનો ‘મહાબોમ્બ’ ઝીંક્યો

વાશિગ્ટન, મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વધુ ભયાનક બન્યું છે. અમેરિકાએ ઈરાનના દરિયાકાંઠાના મિસાઈલ ઠેકાણાઓ પર ૫૦૦૦ પાઉન્ડના બોમ્બ વર્ષાવીને તેમને તબાહ કરી દીધા છે.

બીજી તરફ, સાથી દેશોના અસહકારથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોમાંથી બહાર નીકળવાની પણ ચીમકી આપી છે.અમેરિકન સેનાએ હોર્મુઝની ખાડી નજીક ઈરાની તટરેખા પર આવેલા મજબૂત મિસાઈલ બેઝ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યાે છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં ૫૦૦૦ પાઉન્ડ (આશરે ૨૨૬૭ કિલોગ્રામ) ના અત્યંત શક્તિશાળી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ઊંડે સુધી જઈને તબાહી મચાવવાની ક્ષમતા ધરાવે છે.

આ ઠેકાણાઓ પર રહેલી એન્ટિ-શિપ ક્‰ઝ મિસાઈલો આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે મોટું જોખમ હતી, જેને અમેરિકાએ સફળતાપૂર્વક ખતમ કરી દીધી છે.હોર્મુઝ જળડમરુમધ્યને સુરક્ષિત રાખવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો અને અન્ય સાથી દેશો પાસે મદદ માંગી હતી, પરંતુ તમામ મુખ્ય દેશોએ આ યુદ્ધમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે.

ટ્રમ્પે આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ દુનિયાની ભલાઈ માટે આ યુદ્ધ લડી રહ્યા છે, પરંતુ કોઈ દેશ તેમને સાથ આપવા તૈયાર નથી. તેમણે સાથી દેશો પર ‘અહેસાન ફરામોશ’ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, યુક્રેન યુદ્ધમાં આ દેશોએ અમેરિકા પાસેથી અબજો ડોલરની મદદ લીધી હતી, પણ આજે જ્યારે અમેરિકા અને ઈઝરાયલને જરૂર છે ત્યારે તેઓ પાછળ હટી રહ્યા છે.

વિશ્વના અંદાજે ૨૦% ક્‰ડ ઓઈલનો પુરવઠો આ દરિયાઈ માર્ગેથી પસાર થાય છે, તેમ છતાં જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશોએ અમેરિકાના આ મિશનમાં જોડાવાની ના પાડી દીધી છે. યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના વડા કાજા કલાસે ટ્રમ્પની માંગણીઓને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે, “આ યુરોપનું યુદ્ધ નથી. અમે આ જંગ શરૂ કર્યાે નથી અને આ માટે અમારી કોઈ સલાહ પણ લેવામાં આવી નથી.”

નાટોએ પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે કે તેઓ એક રક્ષણાત્મક ગઠબંધન છે, આક્રમક નહીં, તેથી તેઓ અમેરિકાના આ યુદ્ધમાં સામેલ થશે નહીં.સાથી દેશોના વલણને કારણે ગુસ્સે થયેલા ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ અમેરિકાને નાટોમાંથી બહાર કાઢવા પર વિચાર કરી શકે છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, આ નિર્ણય માટે તેમને સંસદ ની મંજૂરીની જરૂર નથી.

જોકે, કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ માટે આટલો મોટો નિર્ણય લેવો સરળ નથી, કારણ કે ૨૦૨૩માં પસાર થયેલા અમેરિકી કાયદા મુજબ નાટો છોડવા માટે સંસદની મંજૂરી લેવી અનિવાર્ય છે. હાલમાં આ યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યું છે અને વૈશ્વિક અર્થતંત્ર પર તેની ગંભીર અસરો દેખાઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.