Western Times News

Gujarati News

કાર્તિક આર્યનની ફેન્ટસી ફિલ્મની તૈયારીઓ અંતિમ તબક્કામાં

મુંબઈ, લાંબા સમયથી કાર્તિક ફેન્ટસી ફિલ્મની ચર્ચા હતી. જ્યારથી તેનું પહેલું પોસ્ટર લોંચ થયું, ત્યારથી તેના વિશે ઘણી ઉત્સુકતા છે. કાર્તિકની આ ફેન્ટસી એન્ટરટેઇનર નાગઝિલાનું શૂટિંગ આખરે પૂર્ણ થઈ ગયું છે.

આ અંગેના અહેવાલો મુજબ, ૧૬ માર્ચ ફિલ્મના શૂટનો છેલ્લો દિવસ હતો.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, “લીડ એક્ટર કાર્તિક આર્યન સેટ પર હાજર નહોતો કારણ કે તેણે થોડા દિવસ પહેલાં જ પોતાનો ભાગ પૂર્ણ કરી લીધો હતો. નિર્દેશક મૃગદીપ સિંહ લાંબાએ મુંબઈમાં બાકી કલાકારો સાથે શૂટિંગ પૂર્ણ કર્યું છે.

”સુત્રે વધુમાં ઉમેર્યું, “હવે શૂટિંગ પૂર્ણ થઈ ગયું હોવાથી મૃગદીપ સિંહ લાંબા સંપૂર્ણ ધ્યાન પોસ્ટ-પ્રોડક્શન પર કેન્દ્રિત કરશે અને તેમની મહેનતનું પરિણામ દર્શકો માટે એક રોમાંચક અને મનોરંજક ફિલ્મ રૂપે રજૂ થાય તેની ખાતરી કરશે.”નાગઝિલાનું નિર્માણ કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ અને મહાવીર જૈનની મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.

આ ફેન્ટસી-કામેડી ફિલ્મમાં કાર્તિક આર્યન એક ઇચ્છાધારી નાગના પાત્રમાં જોવા મળશે, જ્યારે રવિ કિશન વિરોધી પાત્ર ભજવતા હોવાનું કહેવાય છે.આ મહિનાની શરૂઆતમાં જ સમાચાર આવ્યા હતા કે દક્ષિણમાં પોતાની ઓળખ બનાવનાર પ્રતિભાશાળી અભિનેત્રી પ્રીતી મુકુન્દન આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરશે.

નાગઝિલા ૨૦૨૬ના સ્વતંત્રતા દિવસ નિમિત્તે થિએટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ કાર્તિક આર્યન અને મહાવીર જૈનની એક સાથે પહેલી ફિલ્મ છે. જ્યારે, તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી (૨૦૨૫) બાદ કાર્તિક અને કરણ જોહરની બીજી ફિલ્મ છે.

મૃગદીપ સિંહ લાંબાએ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન મુંબઈમાં કાર્તિક આર્યન સાથે એક મહિના લાંબું શેડ્યૂલ પૂર્ણ કર્યું હતું. ૩૧ જાન્યુઆરીએ મુંબઈ શીડ્યુલ પૂર્ણ થયું હતું અને ત્યારે ફિલ્મનું લગભગ ૭૦% શૂટિંગ પૂર્ણ થયું હતું. ત્યારબાદ ટીમ ફેબ્›આરીમાં દિલ્હીમાં ત્રણ અઠવાડિયાના શીડ્યુલ માટે ગઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.