Western Times News

Gujarati News

પ્રાંતિજના ઝાલાની મુવાડી ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આગચાપી

 ફરીયાદી ના વાડામાં ભરેલા લાકડાં માં આગચાપી  .
પ્રાંતિજ ફાયર ટીમે ધટના સ્થળે જઇને આગ હોલવી  .
ક્ષત્રિય સમાજ દ્વારા પોલીસ દમણગીરી  ને લઇને પ્રાંન્ત અધિકારી તથા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું  .
ઝાલા ની મુવાડી ખાતે છઠ્ઠા દિવસે પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ .

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના ઝાલાની મુવાડી ગામે અનુસુચિત જાતિ ના લગ્ન માં ધર્ષણ ને લઇને ગામમાં ભારે અગ્ની જેવી સ્થિતિ છે તો પોલીસ ની દમણગીરી ને લઇને ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાન્ત અધિકારી તથા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું .
હજુ આઝાદી ના વરસો બાદ પણ દલિતોની હજુ અવગણના થઇ રહી છે તેવા ઉપરા ઉપરી કિસ્સાઓ સામે આવી રહ્યા છે

ત્યારે પ્રાંતિજ તાલુકા ના ઝાલાની મુવાડી ખાતે છેલ્લા છ દિવસ થી ડીજે નહી વગાડવા દેવા ને લઇને ગામમાં ભારે અગ્ની જેવી સ્થિતિ પેદા થઈ છે અને પરિવાર દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં અગાઉ થીજ ૬૩૫૧ રૂપિયા ભરીને પોલીસ પ્રોટેકશન માગ્યું હતું પોલીસ ની હાજરી હોવા છતાં ગામમાં ડીજે વગાડવા માં આવ્યું નહતું અને હોબાળો થતાં ડીજે વાળો પરત ગયો હતો

તો કાન્તીભાઈ મેલાભાઈ લેઉવા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં ૩૩ પુરૂષો તથા ૨૦થી૨૫ મહિલા ઓ સામે જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો છુટાં પથ્થર મારો તથા બિભત્સ ગાળો બોલતા  ગામના જ લોકો સાથે એટ્રોસીટી ની ફરીયાદ કરવામાં આવી હતી તો ફરીયાદ બાદ હાલતો પરિવાર ના સભ્યો પણ બીક ના મારે ગામ છોડી ને જતાં રહ્યાં છે

તો તો ગામજનો તથા પોલીસ ચોપડે લખાયેલા આરોપીઓ પણ પોલીસ ના બીક ના મારે ગામ છોડી ને ગામમાંથી જતાં રહ્યાં છે તો ગામમાં છુટાછવાયા પરિવાર તથા મહિલાઓ છોકરાઓ છે તો હાલ ગામ ખાલી ખમ જેવું છે અને ગામમાં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત તો ફરીયાદી ધર પાસે પણ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં ફરીયાદી ના ધર પાસે આવેલ વાડામાં પડેલા લાકડાં માં આગચાપી છબકલુ થયું હતું અને આગના સમાચાર પ્રાંતિજ ફાયર ટીમ ને મળતા તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી આગ હોલવી હતી

તો પોલીસ દ્વારા રાત્રીના ફરીયાદી ના ધરો માં કોબીગ કરતાં મહિલાઓ તથા બાળકીઓ સાથે સંધર્ષ થયો તો પોલીસ ની દમણગીરી કરી હતી તેવું મહિલા ઓ અને ગ્રામજનો જણાવી રહ્યાં હતાં તો પોલીસ ની દમણગીરી ની સામે ક્ષત્રિય સમાજ ના લોકો મા રોષ જોવા મળ્યો હતો અને પ્રાંતિજ તાલુકા માં આવેલ ક્ષત્રિય સમાજ ના આગેવાનો સહિત સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને પોલીસ ની દમણગીરી સામે પ્રાંતિજ તલોદ ના પ્રાંન્ત અધિકારી તથા પ્રાંતિજ મામલતદાર ભગોરા ને આવેદનપત્ર આપી રજુઆતો કરી હતી

તો પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રીના સમયે આગચંપી ના બનાવ ને લઇને ફરીયાદી કનુભાઇ હિરાભાઈ ચમાર રહે. ઝાલા ની મુવાડી ના એક ટ્રકટર લાકડાં કોઇ અજાણ્યા ઇસમો દ્વારા બારી મુકાતા ફરીયાદ ની ફરીયાદ ના આધારે પ્રાંતિજ પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનોનોધી તપાસ હાથધરી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.