કામવાળી સાથે લગ્ન નથી કર્યાં, પતિએ પણ રસોઈમાં મદદ કરવી જોઈએ : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટની લગ્નજીવનના વિવાદની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી
ફેમિલી કોર્ટે શરૂઆતમાં પતિની તરફેણમાં છૂટાછેડાનો આદેશ આપ્યો હતો, પરંતુ હાઈકોર્ટે તે આદેશ રદ કર્યાે હતો
નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે એક લગ્નજીવનના વિવાદની સુનાવણી દરમિયાન આધુનિક સમાજમાં પતિ-પત્નીના બદલાતા સંબંધો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ક્‰રતાના આધારે છૂટાછેડાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પત્ની દ્વારા રસોઈ બનાવવી કે ઘરકામ બરાબર ન કરી શકવા જેવા આક્ષેપોને ‘માનસિક ક્‰રતા’નો આધાર બનાવી શકાય નહીં.
કોર્ટે મૌખિક રીતે જણાવ્યું હતું કે સમય બદલાઈ ગયો છે અને આજના યુગમાં પતિએ પણ ઘરના કામકાજમાં મદદરૂપ થવું જોઈએ અને સહયોગ આપવો જોઈએ.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંદીપ મહેતાએ આ બાબતે ટિપ્પણી કરતા કહ્યું કે, ‘‘તમે કોઈ નોકરાણી સાથે લગ્ન નથી કરી રહ્યા, તમે એક જીવનસાથી સાથે લગ્ન કરી રહ્યા છો.’’ આ સાથે જસ્ટિસ વિક્રમ નાથે ઉમેર્યું હતું કે, પતિએ પણ રસોઈ બનાવવા અને કપડાં ધોવા જેવા કામોમાં મદદ કરવી પડશે, કારણ કે આજનો સમય અલગ છે.
આ અગાઉ કોર્ટે બંને પક્ષોને મધ્યસ્થતા માટે મોકલ્યા હતા, પરંતુ તે પ્રયાસ સફળ રહ્યો ન હતો.ઉલ્લેખનીય છે કે, આ દંપતીએ વર્ષ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા અને તેમને ૮ વર્ષનો પુત્ર છે. અરજદાર પતિએ છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં તેણે આક્ષેપ લગાવ્યો હતો કે લગ્નના માત્ર એક અઠવાડિયા પછી જ પત્નીનું વર્તન બદલાઈ ગયું હતું. પતિના દાવા મુજબ, પત્નીએ તેના અને તેના માતા-પિતા વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાે અને રસોઈ બનાવવાની ના પાડી દીધી હતી. બીજી તરફ, પત્નીએ દાવો કર્યાે હતો કે તે બાળકના જન્મ માટે સાસરી પક્ષની સંમતિથી પિયર ગઈ હતી, પરંતુ પતિના પરિવારે ત્યાં હાજરી આપી નહોતી અને રોકડ તથા સોનાની માંગણી કરી હતી. ફેમિલી કોર્ટે શરૂઆતમાં પતિની તરફેણમાં છૂટાછેડાનો આદેશ આપ્યો હતો, પરંતુ હાઈકોર્ટે તે આદેશ રદ કર્યાે હતો.SS1
