Western Times News

Gujarati News

સામાન્ય પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથીઃ કેન્દ્રની સ્પષ્ટતા

સામાન્ય પેટ્રોલની ઓક્ટેન રેટિંગ સામાન્ય રીતે ૯૧-૯૨ હોય છે અને તે સ્ટાન્ડર્ડ એન્જિન માટે યોગ્ય છે, જે રોજિંદી જરૂરિયાતો માટે વપરાય છે

યુદ્ધની અસર : પ્રીમિયમ પેટ્રોલ રૂ. બે અને ઈન્ડસ્ટ્રિયલ ડીઝલ રૂ.૨૨ મોંઘું થયું

નવી દિલ્હી,ઈરાનની યુદ્ધની અસર હવે ભારતમાં પણ વર્તાવા માંડી છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષના કારણે વૈશ્વિક તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઈરાન યુદ્ધ તેજ થવાને કારણે આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો ૧૧૯ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી, જે બાદમાં ઘટીને આશરે ૧૦૮ ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ હતી. શુક્રવારે બ્રેન્ટ ક્‰ડ ૧૧૦ ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

આ દરમિયાન, ઈરાન યુદ્ધની વચ્ચે દેશમાં પ્રીમિયમ પેટ્રોલ અને ઈન્ડસ્ટ્રિયલ ડીઝલ મોંઘું થઈ ગયું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલની કિંમતમાં લિટર દીઠ બે રૂપિયાનો વધારો કર્યાે છે, જ્યારે ઈન્ડસ્ટ્રિયલ ડીઝલ ૨૨ રૂપિયા મોંઘું થયું છે. જોકે, રેગ્યુલર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.રાજધાની દિલ્હીમાં પ્રીમિયમ ૯૫-ઓક્ટેન પેટ્રોલની કિંમત ૯૯.૮૯ રૂપિયા પ્રતિ લિટરથી વધારીને ૧૦૧.૮૯ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે જ દિલ્હીમાં જથ્થાબંધ અથવા ઔદ્યોગિક ડીઝલના ભાવ ૮૭.૬૭ રૂપિયા પ્રતિ લિટરથી વધારીને ૧૦૯.૫૯ રૂપિયા કરી દેવામાં આવ્યા છે.

દિલ્હીમાં એક લિટર સામાન્ય પેટ્રોલની કિંમત ૯૪.૭૭ રૂપિયા પર યથાવત છે, જ્યારે આ જ શ્રેણીનું ડીઝલ ૮૭.૬૭ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.સામાન્ય પેટ્રોલની ઓક્ટેન રેટિંગ સામાન્ય રીતે ૯૧-૯૨ હોય છે અને તે સ્ટાન્ડર્ડ એન્જિન માટે યોગ્ય છે, જે રોજિંદી જરૂરિયાતો માટે વપરાય છે. બીજી તરફ, પ્રીમિયમ પેટ્રોલની ઓક્ટેન રેટિંગ ૯૫-૯૮ હોય છે, જે તેને અત્યાધુનિક અને હાઈ-પરફોર્મન્સ એન્જિન માટે આદર્શ બનાવે છે.

આ સંદર્ભમાં કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ‘‘સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. પ્રીમિયમ શ્રેણીમાં થોડો વધારો થયો હોવાના અહેવાલ છે, જે દેશમાં વેચાતા કુલ પેટ્રોલનો માંડ ૨ થી ૪ ટકા હિસ્સો છે. સામાન્ય માણસ માટે કિંમતોમાં કોઈ વધારો થયો નથી.’’SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.