Western Times News

Gujarati News

દેશ કાજે પ્રાણ ન્યોછાવર કરનાર ભગતસિંહ જેવા યુવાનોએ પ્રાણની આહુતિ આપી છે ત્યારે આ દેશને આઝાદી મળી છે

મોડાસામાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. જગદીશભાઈ ત્રિવેદીનો હાસ્ય દરબાર યોજાયો

(પ્રતિનિધિ)મોડાસા, મોડાસામાં આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, સમાજસેવક અને પ્રખર દાનવીર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. જગદીશભાઈ ત્રિવેદી નો હાસ્ય દરબાર યોજાયો હતો. લકુલીશ યોગાશ્રમ અરવલ્લી (કંભરોડા-શાંતિપુરા કંપા, મેઘરજ-માલપુર રોડ, તા. મેઘરજ, જી. અરવલ્લી)ના લાભાર્થે યોજાયેલા કાર્યક્રમમાં એમની સાથે મુબઈના જાણીતા કલાકાર ભાગ્યેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે સંતો મહંતો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

૨૩ મી માર્ચે શહીદ દિવસને અનુલક્ષીને ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે દેશ કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, મદનલાલ એવા યુવાનોએ પ્રાણની આહુતિ આપી છે ત્યારે આ દેશને આઝાદી મળી છે .

એમણે આ તમામ શહીદોને અંજલિ રૂપે એમની શહીદીને અને એ સમયના ઇતિહાસને તાજો કર્યો ત્યારે સભાએ નત મસ્તકે થઈ એમાં સૂર પુરાવ્યો હતો ડો. જગદીશભાઈએ અનેક હળવી હાસ્યની વાતો સાથે સૌને કોઈના ભલા માટે દિલમાં કરુણા જાગે એવા દષ્ટાંતો ટાંક્યા હતા. હાસ્ય રસ સાથે દેશ ભક્તિનો ભાવ,સમાજ સેવાની ભાવ જગાડ્‌યો હતો.

લકુલીશ યોગાશ્રમ અરવલ્લી (કંભરોડા-શાંતિપુરા કંપા, સંસ્થાની આ કાર્યક્રમ અગાઉ ડો જગદીશભાઈએ સ્થળ મુલાકાત લીધી હતી અને ત્યાંની સેવાઓ એમને સ્પર્શી જતાં સૌ પ્રથમ આ સંસ્થા માટે પોતાના તરફથી રૂ એક લાખની સખાવતની જાહેરાત કરી હતી

અને સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ પટેલે પણ રૂ એક લાખના દાનની જાહેરાત કરી હતી ડો જગદીશભાઈ આવ ઉપસ્થિત સૌ મેદનીને પોતાની આગવી શૈલીમાં નમ્રતાભર્યા સ્વરે ટહેલ નાખતા સભામાંથી દાનની સરવાણી વહી હતી જેમાં પાંચ મિનિટમાં જ એમની અપીલના માનમાં સૌએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી સૌ ઉત્સાહપૂર્વક પોતાનો સહયોગ નોધાવતા આ સહયોગને સૌ પ્રેક્ષકોએ તાળીઓના ગટગડાટથી વધાવી લીધો હતો .

પ્રારંભે સ્વામી પ્રીતમ મુનિ એ આશ્રમમાં ચાલી રહેલી શૈક્ષણિક, આરોગ્ય અને ધાર્મિક સેવાઓ પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી અને સહયોગ આપવા જનતાને હાકલ કરી હતી. જ્યારે દાન આપ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ પંડ્‌યાએ સૌને આવકારી સંસ્થા સેવાનો પરિચય આપ્યો હતો

સંસ્થાના સુરેન્દ્રસિંહ રાઠોડ, મહેશ પટેલ, અમરીશ પંડ્‌યા અને સામાજિક કાર્યકર નિલેશ જોશી ઉપરાત જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ આર પટેલ,અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ , અશોક જોષી દ્વારા મહાનુભાવનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોડાસા તથા આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આભાર વિધિ સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.