Western Times News

Gujarati News

અમદાવાદ મેટ્રોઃ “આમદની અઠ્ઠન્ની ખર્ચા રૂપૈયા”

અમદાવાદ મેટ્રોના 1868.65 કરોડના જંગી ખર્ચ સામે 133.39  કરોડની નજીવી આવક

ગાંધીનગર,  અમદાવાદમાં લાઈફ લાઈન બનેલી મેટ્રો ટ્રેનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અપડાઉન કરનારા લોકો સામે ખૂબજ સરળ મુસાફરી તરીકે મેટ્રો ટ્રેન અત્યારે છેક ગાંધીનગર સુધી વિસ્તરી ગઈ છે. ત્યારે મેટ્રો પ્રોજેક્ટમાં થઈ રહેલા ખર્ચ સામે આવક ખૂબ જ ઓછી હોવાની વિગતો વિધાનસભામાં જાહેર કરાઈ છે. ગૃહમાં સરકારે સત્તાવાર જવાબ આપ્યો હતો કે, અમદાવાદ મેટ્રોમાં ખર્ચ કરતાં આવક ઓછી છે.

ગુજરાત વિધાનસભામાં મેટ્રોનો ખર્ચ અને આવક અંગે સવાલ કરાયો હતો. જેનો સરકારે સત્તાવાર જવાબ આપતાં કહ્યું હતું કે, અમદાવાદ મેટ્રોમાં ખર્ચ કરતાં આવક ઓછી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પાછળ કરવામાં આવેલા ખર્ચ કરતાં આવક ઓછી થવા પામી છે. સરકારે વિધાનસભામાં કહ્યું હતું કે, અમદાવાદ મેટ્રો માટે 1868.65 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેની સામે માત્ર 133.39 કરોડની આવક થવા પામી છે.

રાજ્ય સરકારે વિધાનસભામાં કહ્યું હતું કે, મેટ્રોના અમલીકરણ અને સંચાલન માટે જંગી ખર્ચ થઈ રહ્યો છે પણ તેની સામે આવક ખૂબ જ ઓછી આવી રહી છે. ત્રણ વર્ષમાં મેટ્રોથી 133.39 કરોડ રૂપિયાની આવક થઈ છે.

ધારાસભ્ય સુધીર વાઘાણીના સવાલનો સરકારે જવાબ આપ્યો હતો. હજી રાજ્યમાં મેટ્રોનું વિસ્તરણ થઈ રહ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. નવી મેટ્રોના કોચ માટેના ઓર્ડર પણ આપી દેવાયા છે. જેની ડિલિવરી જૂન મહિનામાં મળે તેવી શક્યતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.