Western Times News

Gujarati News

ઘણા એક્ટર્સે ધુરંધરમાં રહેમાન ડકૈતનો રોલ રિજેક્ટ કર્યો હતો

મુંબઈ, ધુરંધર ૨ દુનિયાભરમાં ૬ દિવસની અંદર ૯૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ છે, જેને સફળ બનાવવામાં માત્ર રણવીર સિંહ, સંજય દત્ત જેવા સ્ટાર્સની શાનદાર એક્ટિંગ જ નહીં, મુકેશ છાબરાની શાનદાર કાસ્ટિંગની પણ ભૂમિકા છે.

કાસ્ટિંગ ડિરેક્ટરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે રહેમાન ડકૈત માટે અક્ષય ખન્ના પહેલી પસંદ નહોતો. તેના પહેલા ઘણા એક્ટર્સને અપ્રોચ કરવામાં આવ્યો હતો, પરંતુ બધાને ઇનકાર કરી દીધો. ધુરંધરના રિલીઝ પછી એ તમામને રોલ ન કરવાને પર અફસોસ થયો.

પહેલાની મોટા ભાગની ફિલ્મોમાં એક વિલન, એક મા, એક બહેન અને એક જ ડ્રાઇવરથી કામ થઈ જતું હતું. એક્ટર્સ ટાઈપ કાસ્ટ હોવાની ફરિયાદ કરતા અથવા તો જે ચાલતું હતું તેને સ્વીકારીને કામ કરતા રહ્યા. પરંતુ, આજે કાસ્ટિંગ ફિલ્મનું મહત્વનું પાસું બની ગયું છે.

મુકેશ છાબરા આજે કાસ્ટિંગની દુનિયાનું મોટું નામ છે. તેણે ૨૦ વર્ષના કરિયરમાં ૩૦૦થી વધુ ફિલ્મો માટે કાસ્ટિંગ કર્યું છે અને ધુરંધર ૨ તેના કરિયરની મોટી હિટ બનીને સામે આવી છે. મુકેશ છાબરાએ ફિલ્મ રંગ દે બસંતીથી કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે હવે હોલીવુડ રિપોર્ટર ઇન્ડિયા થી ધુરંધર ફ્રેન્ચાઇઝીના કાસ્ટિંગ સુધીના પોતાના કરિયર પર પડેલા પ્રભાવે લઈને વાત કરી અને જણાવ્યું કે, આજે કાસ્ટિંગમાં કેટલું પરિવર્તન આવ્યું છે.

તેણે કહ્યું કે, બોલીવુડમાં દરેક ડિરેક્ટરનો એક કાસ્ટિંગ ડિરેક્ટર છે. આ તથ્યએ કહાણી કહેવાના અંદાજમાં પરિવર્તન લાવ્યું છે. આજે ફિલ્મોમાં જ્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર્સથી પ્રેરિત કાસ્ટિંગ થઈ રહ્યું છે. ત્યારે મુકેશ છાબરાએ કહ્યું, અમે ડેટા રેકોર્ડ કરતા રહીએ છીએ, પરંતુ હું ફિલ્મ પર ત્યારે ફોકસ કરું છું. જ્યારે મને Âસ્ક્રપ્ટ મળી જાય. વ્યક્તિગત રૂપે મને ઇન્સ્ટાગ્રામથી ટેલેન્ટની ખબર પડતી નથી. તેઓ હજુ પણ ઓડિશન દ્વારા કાસ્ટિંગ પર નિર્ભર છે.

મુકેશ છાબરાએ ધુરંધર ફિલ્મમાં રહેમાન ડકૈતની કાસ્ટિંગમાં આવેલી મુશ્કેલીઓ વિશે વાત કરતાં કહ્યું, “અમે ફિલ્મની કાસ્ટિંગ માટે ઘણા એક્ટર્સનો સંપર્ક કર્યો હતો, પણ મોટા ભાગના એક્ટર્સે ઇનકાર કર્યો. કારણ કે તેઓ મલ્ટીપલ સ્ટાર્સ કાસ્ટવાળી ફિલ્મનો ભાગ બનવા માંગતા નહોતા.”

અક્ષય ખન્ના રહેમાન ડકૈતના પાત્રમાં ખૂબ જ સહજ રીતે ફિટ થઈ ગયા. મુકેશે છાબરાએ કાસ્ટિંગ વખતે કોઈ ખાસ કોસ્મેટિક ટ્રાન્સફોર્મેશન કર્યા વગર કહ્યું, “ઘણી વખત તો એક્ટર માટે અલગ લુક બનાવવાની જરૂર પડતી નથી. રસપ્રદ વાત એ છે કે, જેમણે આ રોલ રિજેક્ટ કર્યો હતો, એ એક્ટર્સે પછી પસ્તાવો વ્યક્ત કરતા ફરી સંપર્ક કર્યો.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.