Western Times News

Gujarati News

પતિએ રસ્તા વચ્ચે પત્નીનું ગળું કાપ્યું પછી કાર નીચે કચડી નાખી

કલબુર્ગી, કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં માનવતાને શરમાવે તેવી એક અત્યંત ક્‰ર અને હૃદયદ્રાવક ઘટના બની છે. અફઝલપુર તાલુકાના બલુરગી ગામ પાસે એક વ્યક્તિએ તેની પત્નીની જાહેરમાં નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અક્ષય નામના વ્યક્તિએ તેની ૨૮ વર્ષીય પત્ની શૈલા પર આડાસંબંધો હોવાની શંકા રાખીને આ ભયાનક કૃત્ય કર્યું હતું. આરોપી અક્ષય આ બાબતથી અત્યંત નારાજ રહેતો હતો અને દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઘટનાને દિવસે અક્ષય તેની પત્ની અને પોતાના માતા-પિતાને કારમાં બેસાડી ગંગાપુર લઈ ગયો હતો.

રસ્તામાં એક ખેતર પાસે કાર ઉભી રાખી તેણે પત્નીને બહાર ખેંચી હતી અને માતા-પિતાની હાજરીમાં જ દાતરડા વડે તેનું ગળું કાપવાનું શરૂ કર્યું હતું. આ હેવાનિયત દરમિયાન શૈલા જીવ બચાવવા માટે આજીજી કરતી રહી અને ચીસો પાડતી રહી, પરંતુ અક્ષય પર ખૂન સવાર હતું.

આશ્ચર્યની વાત એ છે કે આસપાસ ઉભેલા લોકો તેને બચાવવાને બદલે મોબાઈલમાં વીડિયો ઉતારવામાં મશગૂલ રહ્યા હતા. ગળું કપાયા બાદ લોહીલુહાણ હાલતમાં શૈલા જ્યારે ખેતર તરફ ભાગી, ત્યારે અક્ષયે વધુ ક્‰રતા દાખવી તેને કાર નીચે કચડી નાખી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં જ કલબુર્ગી એસપી અદુર શ્રીનિવાસુલુ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

પોલીસે શૈલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસે હત્યારા પતિ અક્ષય અને તેના માતા-પિતાની ધરપકડ કરી છે અને અફઝલપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.