11,200 કરોડના ખર્ચે તૈયાર થયું નોઈડાનું નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ
2014 પહેલા ભારત દેશમાં 74 એરપોર્ટ હતા. આજે, 160 એરપોર્ટ છે.
નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન: દિલ્હી-NCRમાં મુસાફરી સરળ બનશે અને આર્થિક વિકાસને વેગ મળશે
ફેઝ-૧ કાર્ગો હબ ૮૭ એકરમાં ફેલાયેલું છે જેની પ્રારંભિક હેન્ડલિંગ ક્ષમતા વાર્ષિક ૨.૫ લાખ મેટ્રિક ટન છે.
નવી દિલ્હી/નોઈડા, ૨૮ માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું (Phase-1) ઉદ્ઘાટન કરશે. આ એરપોર્ટ દિલ્હી-NCRમાં કનેક્ટિવિટી વધારવા અને મુસાફરીને સરળ બનાવવાની સાથે રાજ્યના આર્થિક વિકાસને નવી ગતિ આપવા માટે તૈયાર છે.
આશરે રૂ. ૧૧,૨૦૦ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થયેલ આ મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું સંચાલન ‘યમુના ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ’ (YIAPL) દ્વારા કરવામાં આવશે, જે ઝ્યુરિચ એરપોર્ટ ઈન્ટરનેશનલ AGની ૧૦૦ ટકા પેટા કંપની છે. આ પ્રોજેક્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું- કોઈપણ દેશમાં એરપોર્ટ ફક્ત ઓપરેશનલ સુવિધાઓ નથી. આ એરપોર્ટ પ્રગતિને પાંખો આપે છે. 2014 પહેલા દેશમાં 74 એરપોર્ટ હતા. આજે, 160 એરપોર્ટ છે. હવાઈ કનેક્ટિવિટી નાના શહેરો તેમજ મહાનગરો સુધી પહોંચી રહી છે. અગાઉની સરકારો માનતી હતી કે હવાઈ મુસાફરી ધનિકો માટે હોવી જોઈએ. જોકે, ભાજપ સરકારે સામાન્ય લોકો માટે હવાઈ મુસાફરી સરળ બનાવી છે.
પીએમ મોદીએ કહ્યું કે ભાજપ સરકારે નોઈડાને વિકાસના શક્તિશાળી એન્જિન બનાવી દીધું છે. આ એરપોર્ટ પરથી દર બે મિનિટે એક ફ્લાઇટ ઉડાન ભરશે. અટલજીએ 2003માં આ એરપોર્ટને મંજૂરી આપી હતી. ઘણા લોકો કદાચ ત્યારે જન્મ્યા પણ ન હતા, પરંતુ એરપોર્ટ બન્યું ન હતું. કેન્દ્રમાં કોંગ્રેસ અને અહીંની પાછલી સરકારોએ વર્ષો સુધી આ એરપોર્ટનો પાયો નાખવા દીધો નહીં.
2004 થી 2014 સુધી, આ એરપોર્ટ ફાઇલોમાં દબાયેલું રહ્યું.જ્યારે અમારી સરકાર બની ત્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સત્તામાં હતી. ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ભાજપની સરકાર બનતાની સાથે જ, જેવર એરપોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો, બાંધકામ શરૂ થયું, અને હવે તે શરૂ પણ થઈ ગયું છે.
‘नया उत्तर प्रदेश’ वैश्विक कनेक्टिविटी और आधुनिक इंफ्रास्ट्रक्चर के हब के रूप में स्थापित हो रहा है।
विश्व के सर्वाधिक लोकप्रिय राजनेता आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के कर-कमलों से कल विश्वस्तरीय सुविधाओं से युक्त ‘नोएडा इंटरनेशनल एयरपोर्ट’, जेवर के प्रथम चरण का भव्य… pic.twitter.com/Oj1DPNJ60E
— Yogi Adityanath (@myogiadityanath) March 27, 2026

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:
-
વ્યૂહાત્મક સ્થાન: યમુના એક્સપ્રેસ વે પર સ્થિત આ એરપોર્ટ નેશનલ કેપિટલ રિજન (NCR) નું બીજું નાગરિક એરપોર્ટ છે અને ભારતનો અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે.
-
ઓલ-વેધર ઓપરેશન્સ: માર્ચ ૨૦૨૬માં DGCA તરફથી એરોડ્રોમ લાયસન્સ મળ્યા બાદ, આ એરપોર્ટ પર ખરાબ હવામાન કે ઓછા વિઝિબિલિટીમાં પણ વિમાનોનું સંચાલન થઈ શકશે. આ માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) અને આધુનિક નેવિગેશન સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે.
-
ક્ષમતા: શરૂઆતમાં આ એરપોર્ટની વાર્ષિક ક્ષમતા ૧.૨ કરોડ મુસાફરોની હશે, જે આગામી વર્ષોમાં વધારીને ૭ કરોડ સુધી કરી શકાશે.
-
રનવે: પ્રથમ તબક્કામાં ૩,૯૦૦ મીટર લાંબો રનવે તૈયાર કરવામાં આવ્યો છે, જે મોટા વિમાનો (Wide-body aircraft) ને હેન્ડલ કરવામાં સક્ષમ છે. જેવર ખાતેના આ સિંગલ રનવે પર બંને બાજુએ ILS સિસ્ટમ લગાવવામાં આવી છે.
नए भारत में खुले ‘प्रगति’ के द्वार,
जब हुआ इंफ्रास्ट्रक्चर का विस्तार।वर्ष 2014 से लगातार प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में हवाई क्षेत्र में निवेश कर सुविधाओं और सेवाओं के लिए बेहतरीन काम हुआ है।
इसी कड़ी में आज देशवासियों को मिलने जा रहा है, नया ‘India’s Next… pic.twitter.com/5DTsJWFHor
— BJP SC MORCHA भाजपा राष्ट्रीय अनुसूचित जाति मोर्चा (@BJPSCMorcha) March 28, 2026
દેશમાં પ્રથમવાર:
નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશનું એવું પ્રથમ એરપોર્ટ બનશે જ્યાં ઇન-હાઉસ મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ (MRO) સુવિધા ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, અહીંનું કાર્ગો ટર્મિનલ વાર્ષિક ૨.૫ લાખ મેટ્રિક ટન સામાન હેન્ડલ કરી શકશે.
આ એરપોર્ટને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે રોડ, રેલવે, મેટ્રો અને પ્રાદેશિક ટ્રાન્ઝિટ સિસ્ટમ સાથે સીધું જોડાયેલું હશે. તેનાથી મુસાફરો અને માલસામાનની અવરજવર અત્યંત કાર્યક્ષમ બનશે.
આ એરપોર્ટ માત્ર NCR માટે આંતરરાષ્ટ્રીય પ્રવેશદ્વાર જ નહીં, પરંતુ ભારતની એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
નોઈડા એરપોર્ટ ભારતનું પ્રથમ એવું એરપોર્ટ છે જેની શરૂઆતથી જ એકીકૃત મલ્ટી-મોડલ કાર્ગો હબ સાથે કલ્પના અને નિર્માણ કરવામાં આવ્યું છે.
AI-SATS દ્વારા વિકસાવવામાં આવેલ કાર્ગો ટર્મિનલ જે દિવસે કોમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ થશે તે જ દિવસથી તેની કામગીરી શરૂ કરશે.
New Jewar International airport: – Solar and wind energy on campus -Rainwater harvesting systems -Wastewater management –
India’s first large-scale use of LC3 low-carbon cement -580 trees transplanted during construction, 133 hectares of green area planned,
