Western Times News

Gujarati News

મુંબઈની 16 વર્ષની સગીર યુવતીને ભગાડીને લાવનાર યુવકની અમદાવાદ RPFએ ધરપકડ કરી

ઓપરેશન રેલ પ્રહરી”: સંવેદનશીલ મામલે તાત્કાલિક કાર્યવાહી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા “ઓપરેશન રેલ પ્રહરી” અંતર્ગત ઉચ્ચ સ્તરની સતર્કતા અને ત્વરિત સમન્વય દ્વારા એક સગીર બાળકીના અપહરણ સંબંધિત ગંભીર પ્રકરણનું સફળતાપૂર્વક ઉકેલ લાવી પીડિતાની સુરક્ષા સુનિશ્ચિત કરી.

ઉલ્લેખનીય છે કે તારીખ 26.03.2026ના રોજ વર્સોવા પોલીસ સ્ટેશન મુંબઈ માં ખાતે અપરાધ સંખ્યા 0325/2026, કલમ 137(2) ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ સગીર બાળકીના અપહરણનો કેસ નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, અપહરણ કરાયેલ સગીરને એક યુવાન દ્વારા ટ્રેન સંખ્યા 12480 (સૂર્યનગરી એક્સપ્રેસ) ના જનરલ શ્રેણીના કોચમાં અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહી હતી.

મામલાની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરપીએફ અમદાવાદ દ્વારા તાત્કાલિક બહુસ્તરીય દેખરેખ અને સંકલિત કાર્યવાહી શરૂ કરવામાં આવી. સંબંધિત શંકાસ્પદની વિગત અને ફોટોગ્રાફનો તાત્કાલિક પ્રસાર કરી તમામ બીટ સ્ટાફને એલર્ટ કરવામાં આવ્યા તેમજ વાયરલેસ સંચાર માધ્યમો દ્વારા સતત દેખરેખ સુનિશ્ચિત કરવામાં આવી.

ટ્રેનના અમદાવાદ સ્ટેશન પર આગમન બાદ, રેલવે સુરક્ષા દળ, અમદાવાદના નિરીક્ષક શ્રી પ્રવીણ કુમારના માર્ગદર્શન હેઠળ ઉપનિરીક્ષક શ્રી પિયુષ ચૌધરીના નેતૃત્વમાં હેડ કૉન્સ્ટેબલ મહેન્દ્ર સિંહ, મહેશ પરમાર, રાકેશ સિંહ તથા કૉન્સ્ટેબલ પ્રદીપ દ્વારા સુનિયોજિત અને સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

અભિયાન દરમિયાન ઉપલબ્ધ વિગતોના આધારે શંકાસ્પદ યુવાન અને સગીર બાળકીની ઓળખ કરી તેમને કાયદેસર કસ્ટડીમાં લેવામાં આવ્યા. ત્યારબાદ કરવામાં આવેલી પૂછપરછમાં સગીર (ઉંમર 16 વર્ષ, રહેવાસી અંધેરી પશ્ચિમ, મુંબઈ) અને આરોપી યુવાન શિવમ (ઉંમર 19 વર્ષ, રહેવાસી રાયબરેલી, ઉત્તર પ્રદેશ) દ્વારા ઘરેથી ભાગી આવ્યાની પુષ્ટિ થઈ.

પ્રકરણમાં કાર્યવાહી સુનિશ્ચિત કરતાં બંનેને આગળની તપાસ માટે જીઆરપી અમદાવાદને સોંપવામાં આવ્યા તથા સંબંધિત વર્સોવા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી.

અમદાવાદના મંડલ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ આરપીએફ  ટીમની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેમની ત્વરિત અને અસરકારક કામગીરીના કારણે સગીરની સુરક્ષા સુનિશ્ચિત થઈ, જે મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા પ્રત્યે રેલવેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.