Western Times News

Gujarati News

વર્ષ ર૦રરમાં 400થી વધુ અકસ્માતો નોધાયા BRTS બસનાઃ 8 વર્ષમાં 2000 અકસ્માતો

File Photo

BRTS બસના અકસ્માતોનો આંકડો છેલ્લા આઠ વર્ષમાં ર,૦૦૦ને પાર

(એજન્સી)અમદાવાદ, અમદાવાની કહેવાતી સ્માર્ટ જાહેર પરીવહન સેવા હવે નાગરીકો માટે ભયનું કારણ બની રહી છે. શહેરના રસ્તાઓ પર દોડતી એએમસી જનમાર્ગની બીઆરટીએસ બસો અકસ્માતોની હારમાળા સર્જી રહી છે.

છતાં અમદાવાદ જનમાર્ગ લીમીટેડ અને પોલીસ વિભાગ યોગ્ય રીતે કામ નથી કરી રહયું મ્યુનિ. વિપક્ષે બજેટ બેઠક દરમ્યાન રજુ થયેલા આંકડાઓના આધારે આક્ષેપ કર્યો છે. કે છેલ્લા આઠ વર્ષમાં બીઆરટીએસ બસોના અકસ્માતોના આંકડો ર૦૦૦ને પાર પહોચી ગયો છે.  ખાસ કરીને વર્ષ ર૦રરમાં ૪૦૦થી વધુ અકસ્માતો નોધાયા હતા અને તેમાં ૪ લોકોનાં મૃત્યુ થયા હતા.

છતાં તંત્ર તરફથી અકસ્માતો રોકવા કોઈ નકકર નીતી કે કડક અમલ દેખાતો નથી. સત્તાપક્ષે કહયું કે, એએમસી અને પોલીસ વિભાગને સુચના આપી છે. વિપક્ષના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે. કે ખાનગી ઓપરેટરો વધુ ફેરા મારવાની લ્હાયમાં બીઆરટીએસ બસો બેદરકારીપુર્વક ચલાવતા હોવાથી અકસ્માતો વધી રહયા છે.

વહીવટી તંત્ર માત્ર કાગળ પર દંડ લાદીને પોતાની ફરજ પુરી થઈ ગઈ હોવાનો દેખાવ કરે છે. જયારે હકીકતમાં ડ્રાઈવરો અને ઓપરેટરો સામે કડક પગલાં લેવાતા નથી. વધુ ચોકાવનારી બાબત એ છેકે અકસ્માતોમાં ઘાયલ અથવા મૃતકના પરીવારને વળતર આપવાની જવાબદારીમાંથી અમદાવાદ જનમાર્ગ લીમીટેડ પીછેહઠ કરે છે. અને જવાબદારી ખાનગી ઓપરેટરે પર ઢોળી દે છે.

વળતર ચુકવાયું છેકે નહી તતેનો પણ કોઈ સત્તાવાર રેકોડ જનમાર્ગ પાસે નથી. નાગરીકોને સુરક્ષા પ્રાઈવેટ એજન્સીઓના ભરોસો મુકી દેવામાં આવી હોય તેવી પરીસ્થિતી વચ્ચે હવે શહેરમાં સવાલ ઉઠી રહયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.