Western Times News

Gujarati News

કોણ છે પ્રદીપ પ્રસાદ જે મમતા બેનર્જી સામે ચૂંટણી લડશે?

File Photo

બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે 284 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, 

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 284 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ 294 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કર્યા બાદ હવે બંગાળમાં કોંગ્રેસ અને TMC એકબીજાની સામે ચૂંટણી લડશે.
અધીર રંજન ચૌધરી બહેરામપુર વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડશે. મૌસમ નૂરને માલતીપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે ભવાનીપુરથી મમતા બેનર્જી સામે પ્રદીપ પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ભાજપે મમતા બેનર્જી સામે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીને ઉતાર્યા છે, જ્યારે CPMએ શ્રીજીબ વિશ્વાસને મેદાનમાં ઉતાર્યા છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.