Western Times News

Gujarati News

રિક્ષામાં બેસવાની બાબતે યુવકની હત્યા કરનારા બે શખ્સની ધરપકડ

અમદાવાદ, વટવા ગામમાં શાકમાર્કેટ નજીક રવિવારની મોડી રાતે કચરો વીણનાર યુવક અને તેના સાથીદારો વચ્ચે રિક્ષામાં બેસવા માટે માથાકૂટ થઇ હતી. બાદમાં અંદરો અંદર યુવક અને તેના સાથીદારો વચ્ચે ઝઘડો એટલી હદે ઉગ્ર બન્યો જેમાં બે શખ્સોએ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે વટવા પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા ક્રિષ્ના ખરે અને અરુણ ચુનારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી છે.

ઇસનપુર ચંડોળા તળાવ પાસે રહેતી ૨૫ વર્ષીય પરીણિત યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગતરોજ તે તેના પતિ અને બાળક સાથે ઘરે હાજર હતી. ત્યારે સાંજના સમયે તેના પતિના બે મિત્રો ઘરે આવ્યા અને પતિને કચરો વીણવા માટે લઈને ગયા હતા.

રાત્રીના પોણા દસેક વાગ્યાની આસપાસ યુવતીના ઝૂંપડાની બાજુમાં રહેતા છોકરાએ આવીને જણાવ્યું કે તમારા પતિ સુલેમાન ચંડોળા તળાવ પાસે આવેલી ગરીબ નવાજ મસ્જિદ પાસે બેભાન હાલતમાં પડેલા છે.

આ સાંભળીને પત્ની દોડીને પહોંચી અને જોયું તો તેનો પતિ મૂર્છિત હાલતમાં જમીન પર પડેલો હતો અને તેની બાજુમાં પરીણિતાનો માનીતો ભાઈ દિન ઇસ્લામ તથા આસપાસના લોકો ટોળે વળીને ઊભા હતા. ત્યારે મહિલાએ તેના માનીતા ભાઈને પૂછયું કે શું થયું છે ત્યારે જાણ થઇ કે રવિવારે રાત્રે વટવા ગામ ખાતેથી કચરો વીણવા માટે ગયા હતા. તે વખતે સુલેમાન અને ક્રિષ્ના ખરે જે મહિલાઓના વાળના ગુચ્છા વીણવાનું કામ કરે છે તે બંને વચ્ચે રિક્ષામાં બેસવાની બાબતે માથાકૂટ થઇ અને ઝપાઝપી થઇ હતી.

જેમાં ક્રિષ્ના ખરેએ સુલેમાનને રિક્ષાના પાઈપ સાથે અથડાવેલ અને તેની ગરદન પકડી રાખી હતી. આજ સમયે ક્રિષ્નાના ઘરેની સાસરીમાં અરુણ ચુનારા આવી ચડ્યો અને તેને પણ સુલેમાનને લાફો મારતા સુલેમાન નીચે પટકાયો અને તુરંત જ બેહોશ થઇ ગયો હતો.

ત્યારબાદ ક્રિષ્ના ખરે અને અરુણ ચુનારા ત્યાંથી નાસી ગયા હતા. બાકીના લોકો સુલેમાનને બેહોશ હાલતમાં રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઇ જતા હતા પરંતુ રિક્ષાચાલકે ચંડોળા તળાવ પાસે ઉતારીને જતો રહ્યો હતો. આ સંભાળીને મહિલાએ તેના પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો પરંતુ હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરોએ સુલેમાનને મૃત જાહેર કર્યાે હતો. બીજી તરફ સમગ્ર મામલાની જાણ વટવા પોલીસને થતાં જ તાત્કાલિક હત્યાના ગુનામાં સંડોવાયેલા ક્રિષ્ના ખરે અને અરુણ ચુનારાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.