Western Times News

Gujarati News

રૂ.પ હજાર સુધીનું UPI પેમેન્ટ હવે ફિંગરપ્રિન્ટથી થશે

(એજન્સી)નવીદિલ્હી, બીએચઆઈએમ એપમાં એક એવું ફીચર પણ છે. જેનાથી યુઝર્સ પ,૦૦૦ સુધીનું યુપીઆઈ પેમેન્ટ પીન નાખ્યા વગર પણ કરી શકે છે. ફિગરપ્રીન્ટ અથવા ફેસ રેકગીશન દ્વારા પેમેન્ટ કરવું સરળ અને ઝડપી બને છે. આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે. જેઓ પીન ભુલીજવાની અથવા ખોટો પીન નાખવાની સમસ્યાનો સામનો કરે છે.

ડીજીટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા માટે સરકારી એપ બીએચઆઈએમ માં ફીંગરપ્રીન્ટ અથવા ફેસ રેકગીશન દ્વારા પેમેન્ટ કરવાનું ફીચર પણ છે. આ એપ યુપીઆઈ દ્વારા બેકથી બેકમાં તરત જ પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.

આમાં તમે મોબાઈલ નંબર અથવા યુપીઆઈ આઈડી દ્વારા સરળતાથી પૈસા મોકલી અને મંગાવી શકો છો. એક ડીજીટલ પેમેન્ટ સીસ્ટમ છે, જે તમને તરત જ પૈસા ટ્રાન્સફર કરવાનો સુવિધા આપે છે. તે નીટ અથવા આરટીજીએસ જેવું જ છે. પરંતુ વધુ ઝડપી અને સરળ છે.

યુપીઆઈ દ્વારશા તમે કોઈને પણ ગમો ત્યારે પૈસા મોકલી શકો છો. ભીમ એપમાં યુઝર્સ પ,૦૦૦ સુધીનું યુપીઆઈ પેમેન્ટ પીન નાખ્યા વગર પણ કરી શકે છે. આ માટે ફીંગરપ્રીન્ટ અથવા ફેસ રેકગીશનની ઉપયોગ કરવામા આવે છે. આ સુવિધા એનપીસીઆઈ બીએચઆઈએમ સર્વીસીસ લીમીટેડ તરફથી શરૂ કરવામાં આવી છે. આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે. જેઓ ઘણીવાર યુપીઆઈ પીન ભુલી જાય છે. અથવા ખોટો પીન નાખવાને કારણે પેમેન્ટ ફેલ થઈ જાય છે.

બીએચઆઈએમ એપનું આ ફીચર ડીજીટલ પેમેન્ટને વધુ ઝડપી સરળ અને યુઝર ફફ્રેન્ડલી બનાવે છે. જોકે યુઝર્સ ફોનને સુરક્ષીત રાખવો અને બાયોમેટ્રીક લોકનો સાચો ઉપયોગ કરવો જરૂરી રહેશે. બીએચઆઈએમ એપ પર યુર્ઝસ બાયોમેટ્રીક ઓગથેનીકેશન એટલે કે ફીગરપ્રીન્ટ અથવા ફેસ દ્વારા પ,૦૦૦ સુધીનું પેમેન્ટ કરી શકેછ છે.

નાની રકમ માટે પીન ૪કે૬ એકનો પાસવર્ડ હોય છે. જે તમે બીએચઆઈએમ અથવા કોઈપણ યુપીઆઈ એપ પર સેટ કરો છો. આ દરેક ટ્રાન્ઝેકશનને સુરક્ષીત બનાવવા માટે હોય છે. નવા ફીચરનો ઉપયોગ થઈ શકે છે. આ સુવિધા ઓનલાઈન પેમેન્ટ કયુઆર કોડ સ્કેન કરીને ચુકવણી કરવા અથવા મીત્રોને પૈસા મોકલવા જેવા રોજીદા કાર્યોને વધુ સરળ બનાવે છે.

બાયોમેટ્રીક ઓપેન્ટિકેશન એક એવી ટેકનીક છે. જેમાં વ્યકિતની ઓળખ તેના શરીર સાથે જોડાયેલા સંકેતો દ્વારા કરવામાં આવે છે. જેમકે ફીગરપ્રીન્ટ અથવા ચહેરો આનાથી એ સુનિશ્ચિત થાય છે. કે પેમેન્ટ એ જ વ્યકિત કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.