Western Times News

Gujarati News

100 SMS પ્રતિદિવસની લિમિટ થશે પૂર્ણ: TRAI

નવી દિલ્હી, TRAIએ ટેલિકોમ સંબંધિત વધુ એક મહત્વનું પગલું ભરવાનો પ્રસ્તાવ આપ્યો છે. TRAIએ પ્રસ્તાવ રાખ્યો છે કે, એક સિમ પર 100 SMS પ્રતિદિવસની FUP લિમિટ પૂર્ણ થયા બાદ જો 50 પૈસા પ્રતિ SMSનો ચાર્જ લગાવે તો તેને પૂર્ણ કરવામાં આવે છે. નવેમ્બર 2012માં જે ટેરિફ ઓર્ડર જાહેર કર્યાં હતા તેમાં TRAIએ 100 SMS સુધી ફ્રી અને પછી 50 પૈસા ચાર્જ લગાવવાની વાત કરી હતી. આ માટે TRAIએ સ્ટેકહોલ્ડર્સ પાસે 3 માર્ચ સુધી લેખિત કમેન્ટ માંગ્યા છે. સાથે જ 17 માર્ચ સુધી કાઉન્ટર કમેન્ટની માંગ કરી છે.

TRAIનું કહેવું છે કે, TCCCPR 2018ની શરૂઆત સાથે તેવું જોવા મળ્યું છે કે, SMS માટે ટૈરિફની જરૂરિયાત નથી. TRAIએ ટેલિકોમ્યૂનિકેશન ટૈરિફ ઓર્ડર ડ્રાફ્ટમાં કહ્યું છે કે, ટેલિકોમ્યૂનિકેશન ટૈરિફ(65માં સંશોધન) ઓર્ડર જે 2020 માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે તેમાં 54માં સંશોધન ઓર્ડરના SMS ટૈરિફને પરત લેવાની વાત કરવામાં આવી છે.

50 પૈસા શુલ્ક લગાવવાનો ઓર્ડર એટલા માટે કરવામાં આવ્યો હતો જેનાથી સ્પેમ SMSને રોકી શકાય. પરંતુ હવે TRAIએ જણાવ્યું કે, TCCCPR 2018 ટેક્નોલોજી આધારિત છે. તેવામાં આ સ્પેમ SMS પર રોક લગાવવા સક્ષમ છે.

જેવું કે, અમે તમને જણાવ્યું આ ઓર્ડર વર્ષ 2012માં લગાવ્યો હતો. આ લિમિટ યૂઝર્સને UCCથી બચાવવા માટે આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.