Western Times News

Gujarati News

રેલવે બાદ હવે SBI લાવશે IPO

Mega flex Plastics IPO

નવી દિલ્હી, જો તમારે IPO માર્કેટમાં કમાણી માટે કોઈ સારા ઈશ્યુની શોધમાં હોય તો 2 માર્ચે આ પ્રતીક્ષા પૂર્ણ થઈ શકે છે. જોકે, SBI કાર્ડના IPO 2 માર્ચથી રોકાણ માટે ખુલવા જઈ રહ્યો છે. જેમાં 5 માર્ચ સુધી રોકાણ કરવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે IRCTCની જેમ જ આ ઈશ્યૂમાં બમ્પર લિસ્ટિંગ પણ થઈ શકે છે અને રોકાણકારોને આ IPOછી માલામાલ થઈ શકે છે. જણાવી દઈએ કે, રોકાણ કારો SBI Cardના IPOના લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ IPO 9000 કરોડ રૂપિયાના હશે.

SBI Cardના IPO માટે ઈશ્યૂ પ્રાઈસ 750થી 755 રૂપિયા પ્રતિ શેરની વચ્ચે હશે. તે કંપનીના કર્મચારીઓ માટે 15 રૂપિયા પ્રતિ શેરના ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. માર્કેટ લોટ 19 શેરનું હશે એટલે કે, IPOમાં ન્યૂનતમ 19 શેર માટે બોલી લાગશે. કંપનીની લિસ્ટિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર હશે. આ ઓફરમાં એક શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા હશે.

18 ફેબ્રુઆરીના પ્રોસ્પેક્ટસ અનુસાર કંપની 500 કરોડ રૂપિયા કિંમતના 13.05 કરોડ શેર વેચવા માટે રજૂ કરશે. આ IPOથી કંપનીના 9 હજાર કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના છે. SBI Card ઓફર ફોર સેલથી બજારમાં 13,05,26,798 ઈક્વિટી શેર રજુ કરશે. તેમાં SBI દ્વારા વેચનારા 37,293,371 શેર અને કાર્લાઈલ ગ્રુપ દ્વારા ઓફર કરવામાં આવતા 93,233,427 શેર શામેલ છે. જણાવી દઈએ કે, SBI Cardની ભાગીદારી 76 ટકા જ્યારે બાકીને ભાગીદારી કાર્લાઈલ ગ્રુપની પાસે છે.

SBI Cardના ગ્રાહકોની સંખ્યા 90 લાખથી વધુ છે અને આ કાર્ડ આપવા મામલે HDFC બેંક બાદ બીજી સૌથી મોટી કંપની છે. ગત સપ્ટેમ્બર સુધીની વાત કરીએ તો 6મહીનામાં SBI Cardના રેવેન્યૂમાં 36 ટકા ગ્રોથ રહ્યું છે. જ્યારે નફો 78 ટકા વધીને 1,034.58 કરોડ રૂપિયા રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.