Western Times News

Gujarati News

પાકિસ્તાની શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના ૭૮,૦૦૦ કરોડ રૂપિયા ઘોવાયા

કરાચી, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ વિશ્વના મોટાભાગના શેરબજારોમાં ભારે ઘટાડો નોંધાયો છે. જેમાં ભારતીય શેરબજારમાં પણ મોટો ઘટાડો થયો છે.

જોકે,આની સૌથી વધુ અસર પાકિસ્તાનન શેરબજારમાં જોવા મળી છે. પાકિસ્તાન શેરબજારમાં સોમવારે ૪ ટકાનો ઘટાડો થયો અને રોકાણકારોના રૂપિયા ૭૮,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેમાં સોમવારે કરાચી સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ સત્ર દરમિયાન કેએસઈમાં ૭,૦૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

જે દૈનિક નીચા સ્તરે ૧૬૦,૧૫૮.૯૨ પોઈન્ટ હતો. પાછલા દિવસે, કેએસઈ ૧૬૭,૧૯૧.૩૮ પોઈન્ટ પર હતો. બપોરે ૩ઃ૩૦ વાગ્યા સુધીમાં કેએસઈ ૧૬૦,૮૦૧.૮૩ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો, જે લગભગ ૬,૪૦૦ પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. કેએસઈમાં ઘટાડાના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. માહિતી અનુસાર, જ્યારે કેએસઈ ૧૦ એપ્રિલે બંધ થયું ત્યારે માર્કેટ કેપ ૬૬.૫૮ બિલિયન ડોલર હતું. જોકે, ટ્રેડિંગ સત્ર દરમિયાન, તે ઘટીને ૬૩.૭૮ બિલિયન ડોલર થયું છે.

આનો અર્થ એ થાય કે કરાચી સ્ટોક એક્સચેન્જમાં રોકાણકારોને ૨.૮ બિલિયન ડોલરનું નુકસાન થયું છે. પાકિસ્તાની રૂપિયામાં ગણતરી કરવામાં આવે તો, આ આંકડો ૭૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ થાય છે. શેરબજારોના નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં પાકિસ્તાની શેરબજારમાં અફડાતફડીનો માહોલ સર્જાશે. પાકિસ્તાની શેરબજારમાં ઈરાન અમેરિકા યુદ્ધ વિરામની જાહેરાત સાથે સૌથી વધુ ૧૨,૦૦૦ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.