Western Times News

Gujarati News

બકરા ચરાવવા ગયેલા આમોદના યુવક ઉપર મગરે હુમલો કર્યો

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરમાં વાવડી ફળિયામાં રહેતા અને બકરા ચરાવી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા યુવાન ઉપર મગર હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા પરિવાર ચિંતિત બન્યો હતો.

આમોદ નગરમાં આવેલા વાવડી ફળિયામાં રહેતા અશરફ હસન પટેલ ઉ.વ.૨૨ પોતાના ઘરે ૪૦ થી વધુ બકરા રાખી પશુપાલન કરે છે અને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે.ગત રોજ ૧૧ કલાકે તેઓ ૪૦ બકરા લઈને શમા હોટલ પાછળ આવેલા ખેતર પાસે બકરા ચરાવતો હતો.

ત્યાર બાદ બપોરના ૨ઃ૩૦ વાગ્યાના સમયે નજીક આવેલી તલાવડી પાસે બકરાઓને પાણી પીવડાવવા માટે લઈ ગયો હતો.જ્યાં બકરીના નાના બચ્ચાને પોતાના હાથથી પાણી પીવડાવવા જતાં શાંત પાણીમાં રહેલા મગરે તેના જમણા હાથનો પંજો જોરથી દબાવીને યુવકને પાણીમાં ખેંચી ગયો હતો.

મગર સાથે જીવસટોસટીની બાજી લગાવી પુરા જોર સાથે અશરફે મગરના પાછળના ભાગ ઉપર બીજા હાથથી હુમલો કર્યો હતો ત્યાર બાદ મગરના મોંમાં રહેલા પોતાના હાથના પંજાને છોડાવી બહાર નીકળી ગયો હતો.

મગરના તીક્ષ્ણ દાંતને કારણે લોહીથી લથબથ બનેલા યુવાને જેમતેમ કરી તળાવમાંથી બહાર નીકળી દૂર બાજુમાં કપાસના ખેતરમાં મજૂરી કરતા વ્યક્તિ પાસેથી મોબાઈલ લઈ પોતાના ભાઈને ફોન કરી બનવાની જાણ કરી હતી.

ત્યાર બાદ તેનો ભાઈ આમોદ સરકારી દવાખાને લઈ ગયો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.ઇજાગ્રસ્ત યુવક અશરફના જણાવ્યા મુજબ મગરે દાંત મારતા જમણા હાથની પાંચેય આંગળીઓમાં ઇજા પહોંચી હતી.મગરે હુમલો કરતા આમોદ વન વિભાગે પણ આગળની તપાસ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.