નરોડા વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામો ઉત્તર ઝોનના અધિકારીઓ કયારે હટાવશે ?!
મ્યુનિ. કોર્પાેરેશનના પ્રશ્નો હલ કરવા હોય તો સરદાર પટેલ જેવા વ્યક્તિત્વ વાળા ઉમેદવારોને મ્યુનિ. કોર્પાેરેશનમાં ચૂંટો ?! પક્ષ જોઈને નહીં ?! વ્યક્તિ જોઈ મત આપવાનો સમય શું નથી આવ્યો ?!
તસ્વીર નરોડા વોર્ડ પર નવી બનેલી ખારીકટ કેનાલ પાસે આવેલા ચાર રસ્તાની છે ! ત્યાં નરોડા, વ્યાસવાડી આવેલ છે તેની પાસેથી અડીને એક સર્વિસ રોડ આવેલ છે ! આ સર્વિસ રોડ તૈયાર કરી વાહનોના અવર જવર માટે શરૂ નથી કરાતો કારણે કે પ્રજાની ફરિયાદ મુજબ વ્યાસવાડીનું પોતાનું મોટું પા‹કગ નથી તેથી ૫૦% વાહનો ગેરકાયદેસર રીતે બહાર પાર્ક કરાય છે !
આ ગેરકાયદેસર વાહનો પાર્ક કરી શકાય તે માટે વ્યાસવાડી પાસેથી પસાર થતો સર્વિસ રોડ ચાલુ નથી કરતો ! મ્યુનિ. કોર્પાેરેશન ત્યાં પાકો રોડ નથી બનાવતી ?! મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાની તથા અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરશ્રીની કચેરીની સંયુકત જવાબદારી છે કે, રોડ ઉપર થતાં ગેરકાયદેસર પાર્કિગ સામે પગલા લે ?! અને મ્યુનિ. કોર્પાેરેશન સર્વિસ રોડ બનાવે ?!
શા માટે આ જગ્યા બિસ્માર હાલતમાં છોડી દીધી છે ?! ઉત્તર ઝોનના અધિકારીઓ આવી આવીને પાછા કેમ જાય છે ?! કે પછી નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવા પડશે ?! નરોડા પોલીસ સ્ટેશનની પણ જવાબદારી છે કે, તેઓ વ્યાસવાડીની બહાર થતાં ગેરકાયદેસર પાર્કિગ સામે પગલા ભરે ! ગુજરાત સરકાર પણ ખોટી રીતે આવી પ્રવૃત્તિ સામે આંખ ખાડા કાન ના કરે નહીં તો “કાયદાનું શાસન”ના રખેવાળો જ કાયદાના શાસનનો ભંગ કરે છે એ પ્રસ્થાપિત નહીં થાય ?! સર્વિસ રોડ વિના વિલંબે ખોલે એ અત્યંત જરૂરી છે ??!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
નરોડા કઠવાડા રોડ, વ્યાસ વાડી પાસેનો સર્વિસ રોડ કેમ તૈયાર નથી કરાતો ?! શું વ્યાસવાડી ૫ાસેનો રોડ ગેરકાયદેસર પાર્કિગ માટે છોડી દેવાયો છે ?!
મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની અને શહેર પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિકની સંયુકત જવાબદારી છે કે ગેરકાયદેસર પા‹કગનો રસ્તો બંધ કરી સર્વિસ રોડ શરૂ કરાવે તેથી અકસ્માતો ઓછા થાય ?!
અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ કહ્યું છે કે, “મારા અમેરિકન બાંધવો મને તમે એ ના પુછો કે તમે દેશ માટે શું કર્યુ, તમે મને એ પુછો કે તમે દેશ માટે શું કરી શકો છો, અને તમે મને એ પુછો કે, “તમે અને હું સમગ્ર માનવ જાતના સ્વાતંત્ર્ય માટે શું કરીશું””!! અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસન કહે છે કે, “જેને તમે પ્રેમ કરો છો તેના હૃદયના તમે માલિક બની જાઓ છો”!!
ભારત આઝાદીનો જંગ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ, ર્ડા. રાજેન્દ્રપ્રસાદ, અબુલકલામ આઝાદ, ર્ડા. ભીમરાવ આંબેડકર લડયા તેમના ભાષણમાં પણ નફરત કે હિંસા નહોતી ! માનવતા, એકતા અને સ્વતંત્ર થવાની ખુમારી હતી ! દેશ માટે જીવવાની તમન્ના હતી આજે ભારતમાં દેશની ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજયની ચૂંટણી હોય,
મ્યુનિ. કોર્પાેરેશનની ચૂંટણી હોય કે પછી ગુજરાત બાર કાઉÂન્સલની ચૂંટણી હોય કે પછી વકીલ મંડળોની ચૂંટણી હોય કોઈપણ ચૂંટણી સિધ્ધાંતો, મૂલ્યો કે સેવાકીય અભિગમ સાથે લડાતી જ નથી ! અને ચૂંટણી લડાય છે ! જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મવાદ રેવડીના રાજકારણ પર અને ડીનર ડીપ્લોમસીથી લડાય છે ! અને મતદારો મત પણ આપે છે પછી દેશ ભ્રષ્ટાચારમુકત કયાંથી થશે ?! દેશના લોકોની સમસ્યા હલ કયાંથી થશે ?! અને માનવી – માનવી વચ્ચે પ્રેમ અને સદ્દભાવ કયાંથી રહેશે ?!
સરદાર પટેલના વ્યક્તિત્વની તેમના આદર્શાેની તેમના લોકશાહી સિધ્ધાંતોની, તેમની સાદગીની અને તેમની એકતાના મૂલ્યની દેશમાં કયાં કદર થાય છે ?! સત્તાના રાજકારણમાં કયાંય સરદાર પટેલ દેખાય છે ?! પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી લોક માનસમાં સરદાર બનવાની ખ્વાઈશ કયાંથી દેખાશે ?! રાજકારણના કુવામાં હશે તો રાજકારણના હવાડામાં આવશે ને ?! વકીલો અને લોકો વિચારશે ?!
સરદાર વલ્લભભાઈ પટેલ એ અખંડ ભારતના અને એકતાના નકશીગાર હતાં ! આઝાદ ભારતના નાયબ વડાપ્રધાનશ્રી અને દેશના પ્રથમ ગૃહમંત્રીશ્રી તરીકે આઝાદી પછી ફાટી નીકળેલા રમખાણોને જાતે સ્થળ ઉપર જઈ અટકાવ્યા હતાં ! તેમની તોલે આવે એવા આજે નેતા કયાં છે ?! સાદગી, સિધ્ધાંત અને સહૃદયતાના પ્રહરી સરદારના મૂલ્યો આજે રાજકારણમાં આપણને કયાં પસંદ છે ?! સરદાર પટેલને ચૂંટણી જીતવા જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદ કરવો પડતો નહોતો ! ચૂંટણી જીતવા સરદાર પટેલ કયાં “રેવડીઓ વહેંચતા હતાં” ?!
અને મતદારો પણ દેશના એવા હતા કે, “રેવડીની સોપારી લઈ” મત નહોતા આપતા ! દેશની પ્રજા ભ્રષ્ટાચારને નફરત કરતી હતી ! આજે રેવડી લઈને મત આપે છે ?! જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદ પર મત આપે છે ! પછી કયાંથી દેશમાં નૈતિકતા, પ્રમાણિકતા, માનવતા, પ્રેમ જોવાય ?! અને દેશના રાજકારણમાં “સરદાર પટેલ” જેવા નેતાઓનું નેતૃત્વ કયાંથી ઉભુ થાય ?! વકીલ મંડળોની ચૂંટણી ?! બાર કાઉÂન્સલની ચૂંટણી ?! અને અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશનની ચૂંટણીમાં સરદાર પટેલને શોધો ! અને ઉભા રાખી મત આપો ! ત્યારે મ્યુનિ. કોર્પાેરેશનમાંથી ભ્રષ્ટાચાર, અનૈતિકતા અને નફરતનું રાજકારણ દુર થશે ?!
મ્યુનિ. કોર્પાેરેશનની કચેરીમાં બેઠેલા અધિકારીઓ ગેરકાયદેસર દબાણો દુર કરવાની વાતો કરે છે ! પરંતુ નરોડા વોર્ડ, ઉત્તરઝોનની કચેરીના ટી.ડી.ઓ. ના અધિકારીશ્રીઓ આજદિન સુધી નરોડા કઠવાડા રોડ ઉપર આવેલા ગેરકાયદેસર બાંધકામો કયાં હટાવી શકયા છે ?! કોર્પાેરેટરો કયાં કાયદાના શાસનના સમર્થક છે ?!
અમેરિકાના માર્ટિન લ્યુથર કિંગ કહે છે કે, “કોઈપણ સ્થળે પ્રવર્તતોઅન્યાય એ પ્રત્યેક જગ્યાએ પ્રવર્તતા ન્યાય માટે ખતરો છે”!!
દેશની સુપ્રિમ કોર્ટ કે ગુજરાત હાઈકોર્ટ એ “દેશના બંધારણીય મૂલ્યો અને કાયદાના શાસનના રખેવાળ તરીકે કામ કરે છે”! પરંતુ આ દેશની અને ગુજરાતની એ કમનસીબી છે કે આ દેશમાં રાજય સરકારના અધિકારીઓ હોય, મ્યુનિ. કોર્પાેરેશનના અધિકારીઓ હોય તેઓ બધાં જ કાયદાના શાસનાના રખેવાળ નહીં પરંતુ રાજકીય સત્તાના ગુલામ રહ્યા છે ?!
અને ભ્રષ્ટાચારી તત્વોને છાવરનારા કેટલાક તો સિપાહી બની ગયા છે ?! માટે તો નરોડામાં કથિત ગેરકાયદેસર બાંધકામો તોડવાની મ્યુનિ. કોર્પાેરેશનના ઉત્તરઝોનના અધિકારીઓ નોટિસો આપે છે પણ ગેરકાયદેસર દબાણો તોડતા નથી ?! ઉત્તર ઝોનની કચેરીમાં કથિત રીતે ભ્રષ્ટાચાર વકર્યાે છે ?! કે પછી રાજકીય પીઠ્ઠુ બનીને ઉત્તરઝોનના ટી.ડી.ઓ. ના અધિકારીઓ નરોડા, કઠવાડા રોડ, ખારીકટ કેનાલ પાસેના ગેરકાયદેસર બાંધકામોને છાવરી રહ્યા છે ?! કે પછી આ શંકાસ્પદ કથિત રીતે
ઉત્તરઝોનના ભ્રષ્ટ મનાતા અધિકારીઓનો જવાબ માંગવાની કોઈનામાં હિંમત નથી ?! અમદાવાદ શહેરના ઉત્તર ઝોનના ટી.ડી.ઓ. ડીપાર્ટમેન્ટ, નરોડા વોર્ડના ઈન્ચાર્જ અધિકારીઓ નરોડા વોર્ડ, કઠવાડા રોડ, ખારીકટ કેનાલ ચાર રસ્તા પાસેના ગેરકાયદેસર બાંધકામો તોડવા જઈ, જઈને પાછા કેમ ફરે છે ?! અમદાવાદ શહેરના મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાની તપાસ કરી પગલા લેશે ?! કાયદાનું શાસન પ્રસ્થાપિત કરશે ?!
અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટન કહે છે કે, “ન્યાયનું વહાણ એ સરકારનો સૌથી મજબુત આધારસ્તંભ છે”!! મ્યુનિ. કોર્પાેરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડીને ન્યાયના સમાન સિધ્ધાંતો પ્રસ્થાપિત કરવાની જવાબદારી મ્યુનિ. કોર્પાેરેશનના ઉચ્ચ અધિકારીઓની છે ! ઉત્તરઝોનના ડે. મ્યુનિ. કમિશ્નરશ્રીની પણ ગંભીર જવાબદારી બને છે !
પરંતુ જો બધાં મ્યુનિ. અધિકારીઓ નરોડા, કઠવાડા રોડ ઉપરના કથિત ગેરકાયદેસર દબાણો દુર કરવામાં કથિત રીતે આંખ આડા કાન કરતા હોય તો અમદાવાદ શહેરના મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાનીની નૈતિક અને કાયદેસરની ફરજ બને છે કે, કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવા વિના વિલંબે પગલા ભરે ! ગુન્હાહીત બેદરકારીને છાવરે નહીં !
જો કાગડા બધે જ કાળા હોય એ સમજી શકાય પરંતુ શું નરોડા, કઠવાડા રોડ ઉપરના તમામ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવાય તો જ શું અમદાવાદ શહેરના મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાની પગલા લેશે ?! એ બંછાનિધિ પાની પ્રમાણિક અધિકારી છે તો આ બધું કઈ રીતે ચાલી રહ્યું છે ?!
