Western Times News

Gujarati News

કેરોસીનનો ઉપયોગ રાંધવા તથા પ્રકાશ માટે જ કરી શકાશે

અમદાવાદ જિલ્લાના ૯ તાલુકાના એક-એક પેટ્રોલપંપ પરથી કેરોસીનનું વિતરણ થશે

(એજન્સી)અમદાવાદ, રાજય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં એલપીજી ઉપરાંત કેરોસીન વિતરણ કરવા માટેનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ ગ્રામ્યના ૯ તાલુકાના એક-એક પેટ્રોલપંપ પરી કેરોસીનનું વિતરણ કરવામાં આવશે.

આ કેરોસીન ગ્રામીણ વિસ્તાર માટે રહેશે અને તેનો ઉપયોગ ફકત રાંધવા માટે તથા પ્રકાશની વ્યવસ્થા કરવા માટે જ કરી શકાશે. પરીવાર દીઠ પ લીટર અને સંસ્થા દીઠ રપ લીટર કેરોસીન પુરવઠો અપાશે. આ માટે કેરોસીનના પ્રતી લીટરના ભાવે રૂ.૬૧,૯૬થી રૂ.૬ર.૬૯ નકકી કરવામાં આવ્યો છે. ૧ ટેન્કર એટલે કે ૧ર હજાર લીટર કેરોસીનની માગણી મળ્યા બાદ જથ્થો મોકલવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સુચનાસુર રાજયના ગ્રામીણ વિસ્તારોમાં એલપીજી ઉપરાશંત કેરોસીનના વિતરણની કંપનીઓ સાથે ગોઠવવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજયને ફુલ ૧૪પર કેએલ કેરોસીન ફાળવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજયના તમામ જીલ્લાઓમાં ૩૬કેએલ કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. આ કેરોસીનનું વિતરણ ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવશે

જેમાં પરીવાર દીઠ પ લીટર તથા સંસ્થાઓ દીઠ રપ લીટર વિતરણ કરવામાં આવશે. આ કેરોસીનની ઉપયોગ ફકત રાંધવા માટે તેમજ પ્રકાશની વ્યવસ્થા કરવા માટે કરી શકાશે. કેરોસીન ફાળવણી માટેની અરજીઓ સ્વીકારવા માટે એનઆઈસી દ્વારા ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરવામાં ાઅવ્યું છે. જે ગત સોમવારથી ચાલુ છે. જીલ્લાના દરેક ગ્રામીણ તાલુકામાં પેટ્રોલપંપ પરથી કેરોસીન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જેમાં અમદાવાદ ગ્રામ્યમાં પણ ૯ જેટલા પેટ્રોલપંપ પરથી કેરોસીન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં માંડલ દેત્રોજ, વિરમગામ, સાણંદ, બાવળા, દસક્રોઈ, ધોળકા ધંધુકા અને ધોલેરા તાલુકાના એક એક પેટ્રોલપંપ પરથી કેરોસીનનું વિતરણ કરવામાં આવશે.

જીલ્લા સ્તરે ઓછામાં ઓછા ૧ર૦૦૦ લીટર કેરોસીનની ૧ ટેન્કર લોડ ઓનલાઈન માગણી મળ્ફથી કેરોસીનનું વિતરણ દરેક તાલુકાના એક પેટ્રોલ પંપ પરથી કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ તથા બીજા ખર્ચને ધ્યાનમાં લઈને કેરોસીન વિતરણ માટે ભાવ બાંધણી કરવામાં આવેલી છે. જે પ્રતી લીટર રૂ.૬૧૯૬થી રૂ.૬ર.૬૯ વચ્ચે નિયત કરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.