Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે ૧૦ દિવસનો યુદ્ધ વિરામ જાહેર કર્યાે

લેબેનોનના રાષ્ટ્રપતિ જોસેફ નેતન્યાહૂ સાથે વાત કરવા નનૈયો ભણ્યો

ટ્રમ્પે કરેલા દાવાથી વિપરિત સ્થિતિ ઈઝરાયેલ-લેબેનોન વચ્ચે પ્રવર્તી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે

વોશિંગ્ટન,ઈઝરાયેલ અને લેબેનોન ૧૦ દિવસના યુદ્ધ વિરામ માટે સંમત થયા હોવાનું યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. ટ્‌›થ સોશિયલ પર ટ્રમ્પે કહ્યું હતું કે, લેબેનોનના રાષ્ટ્રપતિ જોસેફ એઓઉન અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ઉત્તમ વાતચીત થઈ હતી. પોતાના દેશમાં શાંતિ સ્થાપવા બંને નેતા પરસ્પર ૧૦ દિવસના યુદ્ધ વિરામ સાથે શરૂ કરી રહ્યા છે. વિશ્વમાં શાંતિના મસિહા તરીકે પોતાની છાપ બનાવવા મથી રહેલા ટ્રમ્પે દાવો કર્યાે હતો કે, ૩૪ વર્ષમાં પ્રથમ વખત કોઈએ ૯ યુદ્ધ રોકાવ્યા છે. આ ગૌરવ મને મળ્યું છે અને હવે ૧૦મુ યુદ્ધ રોકાવવા જઈ રહ્યો છું.

૧૯૮૩ બાદ પ્રથમ વખત ઈઝરાયેલ અને લેબેનોનના નેતાઓને અર્થસભર વાટાઘાટો માટે આમંત્રિત કર્યા છે. ઈઝરાયેલ-લેબેનોનના વડાઓ વચ્ચે વાટાઘાટો દરમિયાન શાંતિ કરાર થાય તેવા પ્રયાસોમાં મદદરૂપ થવા માટે ટ્રમ્પે ઉપ પ્રમુખ જે ડી વેન્સ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કાે રુબિયો તથા જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન ડેન રેઝિન કેઈનને સૂચના આપી છે. ઈઝરાયેલ-લેબેનોન વાતચીતમાં સફળતાની આશા રાખતા ટ્રમ્પે કહ્યું હતું કે, બંને દેશ શાંતિ ઝંખી રહ્યા છે. ટ્રમ્પે કરેલા દાવાથી વિપરિત સ્થિતિ ઈઝરાયેલ-લેબેનોન વચ્ચે પ્રવર્તી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

ઈરાન-યુએસ યુદ્ધ વિરામ દરમિયાન પણ ઈઝરાયેલે લેબેનોન પર હુમલા ચાલુ રાખ્યા હતા. હિજબુલ્લાહનો સફાયો કરવા માટે આ હુમલા થયા હોવાનો દાવો ઈઝરાયેલે કર્યાે હતો. અગાઉ નેતન્યાહૂએ લેબેનોનમાં હિજબુલ્લાહ પર હુમલા ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. નેતન્યાહૂના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરતાં લેબેનોન રાષ્ટ્રપતિ જોસેફે નેતન્યાહૂ સાથે વાત કરવા નનૈયો ભણી દીધો છે. ઈરાન તેની પાસે રહેલાં યુરેનિયમનો જથ્થો આપવા સહમત થયું હોવાનો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે મોડી રાત્રે દાવો કર્યાે હતો. વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાન ન્યૂક્લિયર ડસ્ટ અમને સોંપવા સહમત થયું છે, જેને પગલે બંને પક્ષો વચ્ચે ટૂંક સમયમાં શાંતિ સ્થપાશે.

તેમની સાથે સોદો કરવાની શક્યતા વધી ગઈ છે તેમ ટ્રમ્પે જણાવ્યું હતું. જોકે ઈરાને ટ્રમ્પના આ દાવાને ફગાવી દીધો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, જો ઈરાન સાથેનો સોદાને અંતિમ સ્વરૂપ અપાશે તો તેની પર હસ્તાક્ષર કરવા માટે ઈસ્લામાબાદ જશે. ટ્રમ્પના જણાવ્યાં અનુસાર, ઘણાં લાંબા સમય સુધી ઈનકાર કર્યા બાદ ઈરાન પરમાણુ શસ્રો વિકસાવવાનું બંધ કરવા તથા તે માટેની યુરેનિયમ સહિતની સામગ્રી અમેરિકાને સોંપવા સહમત થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઈરાન સાથેના કરારમાં ળી ઓઈલ તથા હોર્મુઝની ખાડીમાં મુક્ત અવરજવરનો પણ સમાવેશ થશે.

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોને સેફ પેસેજ આપવાની માગણી સાથે ચીનના સંરક્ષણ મંત્રી વાંગ યીએ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને કોલ કર્યાે હતો. વાતચીતમાં વાંગે હોર્મુઝની ખાડીમાં ઈન્ટરનેશનલ નેવિગેશનની સ્વતંત્રતા અને સલામતી સુનિશ્ચિત કરવાની ખાતરી અરાઘચી પાસે માગવામાં આવી હતી. મુનિરના નેતૃત્વમાં પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ ઈરાનમાં વાટાઘાટો કરી રહ્યું હતું તે સમયે જ ચીન તરફથી આ કોલ કરાયો હતો. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.