Western Times News

Gujarati News

“પૈસા નહીં આપે તો પતાવી દઈશ”ની ધમકી આપનાર 136 વ્યાજખોરોને પોલીસે જેલના સળિયા ગણતા કરી દીધા

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

વ્યાજખોરો સામે એક મહિનાની સ્પેશિયલ ડ્રાઈવમાં ગુજરાત પોલીસે રાજ્યભરમાંથી ૧૩૬ વ્યાજખોરો જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા

બે દિવસમાં પૈસા નહીં આપે તો પતાવી દઈશ” – આ માત્ર એક ધમકી નહોતીપણ આર્થિક સંકડામણમાં ફસાયેલા એક નિર્દોષ યુવાન માટે તેના જીવનનો અંત લાવવાનો મજબૂર કરી દેતો આદેશ હતો. જ્યારે માનવતા મરી પરવારે અને વ્યાજના લોભમાં અંધ બનેલા તત્વો ચપ્પુની અણીએ વસૂલાત કરવા નીકળેત્યારે સામાન્ય માણસ આત્મહત્યાના આરે આવીને ઊભો રહી જાય છે. સુરતના સામાન્ય પરિવારના આયુષ સાથે પણ કંઈક આવું જ બન્યું હતુંપરંતુ ગુજરાત પોલીસની સમયસૂચકતા અને કડક કાર્યવાહીએ આવા અનેક નિર્દોષોને બચાવી લીધા છે.

રાજ્યમાં વ્યાજખોરીના દૂષણને જડમૂળથી ઉખેડવા માટે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની સૂચનાથી ૧૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી એક મહિનાની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન રાજ્યભરમાં વ્યાજખોરો સામે કુલ ૧૧૦ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને ૧૩૬ તત્વોની ધરપકડ કરવામાં આવી છે.

આર્થિક તંગીથી ઘેરાયેલા સુરતના આયુષે જૂન-૨૦૨૫માં પ્રીત ઉર્ફે ભીમ સોસા પાસેથી ૧૦% વ્યાજે રૂ. ૨૦,૦૦૦ લીધા હતા. વ્યાજખોરે રૂ. ૨,૦૦૦ એડવાન્સ કાપીકોરો ચેક પડાવીને આયુષનું શોષણ શરૂ કર્યું. જ્યારે આયુષે સમય માંગ્યો ત્યારે આરોપી પ્રીત અને અંકિત ઠાકોરે તેને રસ્તામાં રોકીગાળાગાળી કરી અને પૈસા નહીં આપે તો ચપ્પાથી પતાવી દઈશ તેવી ધમકી આપી. સુરતની ચોકબજાર પોલીસે આ મામલે સંવેદનશીલતા દાખવી તાત્કાલિક ધોરણે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

એટલું જ નહીંઆ બંને વ્યાજખોરો સમાજ માટે ખતરો ન બને તે માટે તેમની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી અલગ-અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ માત્ર ગુના નોંધીને અટકી નથી રહીપરંતુ લોક દરબાર દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. લોકોને વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા બચાવવા માટે સરકારી લોન યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.