Western Times News

Gujarati News

‘તંત્રની ‘ઘોર’ બેદરકારી : સુરતમાં એક જ મતદાર પાંચ-પાંચ વાર ‘નોંધાયો’

પ્રતિકાત્મક

તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા

સીસ્ટમનો લોચો કે અધિકારીઓની આળસ? અશોક ચૌધરીએ પાંચ વાર ફોર્મ ભર્યાં, પાંચેય વાર મંજૂર થઈ ગયા!

સુરત,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને ચૂંટણી શાખાની એક ગંભીર બેદરકારી સામે આવી છે. મગદલ્લા વોર્ડ નંબર ૨૨ની મતદારયાદીમાં એક જ વ્યક્તિનું નામ પાંચ અલગ-અલગ જગ્યાએ નોંધાયેલું જોવા મળતા સમગ્ર તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ઈઇર્ં કક્ષાએ થયેલી આ પાંચ ગણી ભૂલને સુધારવાને બદલે પાલિકાના અધિકારીઓએ પણ આંખ આડા કાન કરીને તેને યથાવત રાખી છે. પરિણામે, વોર્ડ નંબર ૨૨ની યાદીમાં અશોક ચૌધરીનું નામ પાંચ વાર ચમક્યું છે.

શહેરના અન્ય વિસ્તારોમાં પણ અંધેર વહીવટ જોવા મળ્યો છે. જે મતદારોએ ઘર બદલ્યા છે અને નવા વિસ્તારમાં નામ ટ્રાન્સફર કરાવ્યા છે, તેવા અનેક કિસ્સાઓમાં મતદારોને જૂના અને નવા બંને સરનામે મતદાન સ્લિપ મળી રહી છે. એટલે કે, એક જ મતદાર બે અલગ-અલગ વિસ્તારમાં મતદાન કરી શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે, જે મુક્ત અને ન્યાયી ચૂંટણી સામે મોટો પડકાર છે.આ મામલે મતદાર અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, “મેં સપ્ટેમ્બર ૨૦૨૫ થી નવેમ્બર દરમિયાન કુલ પાંચ વખત ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. મને એમ હતું કે અગાઉના ફોર્મમાં કદાચ ભૂલ હશે, પણ તંત્રએ પાંચેય ફોર્મ મંજૂર કરી દીધા! હવે જ્યારે પાંચેય વાર નામ આવ્યા છે ત્યારે મેં જાતે જ ૧૫મી માર્ચે વધારાની ચાર એન્ટ્રી રદ કરવા અરજી કરી દીધી છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.