૩૪૮ કરોડના હેરોઇન સાથે પકડાયેલા છ પાકિસ્તાનીને ભુજ કોર્ટે ફટકારી ૨૦ વર્ષની કેદ
કોર્ટે આરોપીઓને બે-બે લાખનો દંડ પણ કર્યાે
કેસમાં પાછળથી ધરપકડ કરાયેલા જામ સલાયાના અમીન કરીમ સુરાણીને નિર્દાેષ ઠેરવી છોડી મૂકાયો
જામનગર,પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ વતી ફિશિંગ બોટમાં ભારતમાં ક રોડોની કિંમતના હેરોઇનની ડિલિવરી આપવા આવતા ATSના હાથે ઝડપાઈ ગયેલા ૬ પાકિસ્તાનીઓને ભુજ NDPS કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આ ચુકાદામાં નોંધ્યું હતું કે ભારતના યુવાનોને નિશાન બનાવી ગંભીર વ્યસનમાં ધકેલવાનું કાર્ય સામાન્ય કૃત્ય ગણી શકાય નહીં. આ કાવતરું ભારતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો સપ્લાય કરી રાષ્ટ્રીય માળખાને નબળું પાડવાની સુનિયોજિત વ્યૂહરચનાનો એક ભાગ હતું.
સજા પામનારા પાકિસ્તાનીઓમાં મોહમ્મદ ઇમરાન મોહમ્મદ તારીક વાઘેર (ઉ.૩૧), દાનિસ મોહમ્મદ હુસેન કચ્છી વાઘેર (ઉ.વ. ૨૪), સાગર મોહમ્મદ કચ્છી વાઘેર (ઉ.૨૩), ઇસ્માઈલ ઇબ્રાહિમ બડાલા (ઉ.૭૫), મોહમ્મદ સાજીદ મોહમ્મદ હુસેન યાકુબલાલા કુંગરા (ઉ.૨૪) અને અશફાક મોહમ્મદ ઇશાક વાઘેર (ઉ.૨૬)નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ કરાચીના રહેવાસી છે. ભુજની વિશેષ NDPS કોર્ટના સ્પેશિયલ જજ વિરાટ એ. બુદ્ધે તમામ આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને પ્રત્યેકને ૨-૨ લાખનો દંડ ફટકાર્યાે છે.
જ્યારે આ કેસમાં પાછળથી ધરપકડ કરાયેલા જામ સલાયાના અમીન કરીમ સુરાણીને નિર્દાેષ ઠેરવી છોડી મૂકાયો છે.પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી હસન અને હાજી હાસમ કરાચીથી હેરોઇનનો જથ્થો જળમાર્ગે જખૌ નજીક ભારતમાં સપ્લાય કરવાના હોવાની બાતમી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને મળી હતી. બાતમીના આધારે ATSએ ભારતીય કોસ્ટગાર્ડની મદદથી ૧૯ અને ૨૦ ડિસેમ્બર ૨૦૨૧ની મધરાતે રાચીની ‘અલ હુસેની’ નામની ફિશિંગ બોટ ઝડપી હતી, જેમાં ૭૭ કિલો ૬૩૬ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૩૪૮ કરોડ ૫૮ લાખ રૂપિયા અંદાજવામાં આવી હતી.SS1
